ટોપ ન્યૂઝનેશનલ

હવે 20 કલાક ખુલ્લો રહેશે બાબા કેદારનો દરબાર, ભક્તોનો ધસારો જોઇ લેવાયો મોટો નિર્ણય

ભગવાન કેદારનાથનું મંદિર હવે 20 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તોને શણગાર, આરતી દર્શન તેમજ વિશેષ પૂજાની સાથે ધાર્મિક દર્શન કરવાની તક મળશે. કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડના કારણે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રા શરૂ થયાના 11 દિવસની અંદર લગભગ 3.19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે. અત્યાર સુધી મુલાકાત લેનારાઓની સંખ્યા 20 મેના રોજ સૌથી વધુ 37,480 હતી. કેદારનાથ ધામમાં આવતા શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને બદરી-કેદાર મંદિર સમિતિએ 24 કલાકમાંથી હવે 20 કલાક માટે મંદિરને ભક્તો માટે ખુલ્લુ રાખવાની વ્યવસ્થા કરી છે.

મંદિર બપોરે ત્રણથી પાંચ દરમિયાન બંધ રહે છે એ દરમિયાન મંદિરની સફાઈ કરવામાં આવે છે, પરંતુ જ્યારે મુસાફરોની સંખ્યા ઘણી વધારે હોય છે ત્યારે આ સમય પણ ઘટાડીને બે કલાકને બદલે એક કલાક કરવામાં આવે છે અને પાંચ વાગ્યે મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે. સાંજે પાંચ થી નવ દરમિયાન ભક્તો દર્શન કરી શકે છે.

હવે આરતી શણગારના દર્શન પણ થઈ રહ્યા છે મંદિર સમિતિએ રાત્રિની વ્યવસ્થા માટે મંદિરમાં 15 કર્મચારીઓને તૈનાત કર્યા છે. સવારની સફાઈ બાદ પાંચ વાગ્યાથી મંદિર ધાર્મિક દર્શન માટે ફરીથી ખોલવામાં આવી રહ્યું છે.

કેદારનાથ આવનારા ભક્તોની રેકોર્ડ સંખ્યાને જોતા આવી સ્થિતિ બની રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1995ની સાલમાં મંદિરને સવારે 7:00 વાગ્યાથી દર્શન માટે ખોલવામાં આવતું હતું. પછી સાલ દર સાલ ધીમે ધીમે લોકોની ભીડ વધતા સવારે 6:00 વાગે મંદિરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં હવે આ મંદિર સવારે પાંચ વાગે ખુલે છે. ભૂતકાળમાં વિશેષ પૂજા રાત્રે 1 વાગ્યાથી શરૂ થતી હતી જ્યારે હવે રાતના 10:00 વાગ્યાથી જ વિશેષ પૂજાઓ શરૂ કરવામાં આવે છે.

કેદારનાથ ધામમાં દર્શનની વ્યવસ્થા આરીતે છેઃ

સવારે 5 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દર્શન
બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર સફાઇ, ભોગ વ્યવસ્થા
સાંજે 5 વાગ્યાથી ફરીથી દર્શન શરૂ
સાંજે 7 થી 9 શૃંગાર આરતી દર્શન
રાતે 9 થી 10 મંદિર સફાઇ વ્યવસ્થા
રાતે 10થી સવારે 4 વાગ્યા સુધી વિશેષ પૂજાઓ
સવારે 4થી 5 મંદિર સફાઇ

કેદારનાથ ધામમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 4:00 વાગ્યા સુધી વિશેષ પૂજાઓ કરવામાં આવે છે. જોકે, હાલ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને માત્ર 15 મિનિટમાં જ ષોડશોપચાર પૂજા કરવામાં આવી રહી છે. સમયના અભાવે અન્ય પૂજા થતી નથી. હાલમાં રુદ્રાભિષેક પૂજા માટે 45 મિનિ,ટ મહાભિષેક પૂજા માટે એક કલાક,પંચોપચાર માટે 30 મિનિટ લાગે છે. યાત્રિકોની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને સૌથી ઓછા સમયની પૂજા – ષોડશોપચાર પૂજા જ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button