ભૂપેશ બઘેલ મુખ્ય સૂત્રધાર, લૂંટેલા રૂપિયાથી ગાંધી પરિવારની તિજોરી ભરી: ભાજપ
મહાદેવ ઍપ કૌભાંડ
નવી દિલ્હી: મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડને મામલે ભાજપે સોમવારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે ભૂપેશ બઘેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને લૂંટેલા રૂપિયાથી તેમણે જ ગાંધી પરિવારની તિજોરી ભરી હતી.
૯૦ સભ્ય ધરાવતી છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન સાત નવેમ્બરે પૂરું થઈ ગયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન ૧૭ નવેમ્બરે યોજાશે.
ઈડીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ફૉરેન્સિક ઍનાલિસિસ અને ‘કેશ કુરિયર’એ કરેલું નિવેદન એવા આઘાતજનક આક્ષેપો તરફ દોરી જાય છે કે ઍપના પ્રમોટરોએ બાધેલને અંદાજે રૂ. ૫૦૮ કરોડ ચુકવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે બાઘેલ વિરુદ્ધ એવાં પગલાં લેવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારના કૌભાંડ સાથે સંકળાવાની હિંમત નહિ કરે.
કૌભાંડ મારફતે બઘેલે માત્ર લોકોની મહેનતના રૂપિયા જ નથી લૂંટ્યા, પરંતુ તેમાંનો ચોક્કસ હિસ્સો તેમણે ગાંધી પરિવારને પણ આપ્યો હતો.
ભાજપ રાજ્યમાં વિપક્ષની ભૂમિકામાં છે. (એજન્સી) ઉ