ભોપાલ: સંસ્કૃત કે જેની ગણતરી વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં થાય છે, તેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. સંસ્કૃત, દેવભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવાય છે. ભારતની પ્રાચીન પરંપરામાં સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્વ રહેલું છે. પણ તમે કોઇ દિવસ સંસ્કૃત ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજન વિશે સાંભળ્યું છે. જી હા, ભારતમાં એક જગ્યાએ આપણી આ જ પ્રાચીન ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે. તો ચાલી જાણીએ.
આ પણ વાંચો : વિરાટ કોહલી વિશે ઇરફાન પઠાણની ચોંકાવનારી કમેન્ટ
સંસ્કૃત ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
ભારતને ક્રિકેટની રમતે જાણે ઘેલું લગાડ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ફેન્સની સંખ્યા બહુ મોટી છે. ક્રિકેટને સામાન્ય રીતે અંગ્રેજોની રમત કહેવામાં આવે છે. પરંતુ ભારતના મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં સંસ્કૃત ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ટીમના ખેલાડીઓ ધોતી અને કૂર્તામાં ક્રિકેટ રમી રહ્યા છે.
ધોતી અને કૂર્તા પહેરીને રમાશે રમત
ભોપાલમાં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં મધ્ય પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી ધોતી અને કૂર્તા પહેરીને સંસ્કૃત ભાષાના પંડિતોની 16 ટીમ ક્રિકેટ રમવા માટે જોડાઈ રહી છે. ‘જેન્ટલમેન ગેમ’ ક્રિકેટ હવે ધોતી અને કૂર્તામાં પરંપરાગત શૈલીમાં રમાય છે. મેચની કોમેન્ટ્રી પણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવશે. દર્શકો પણ સંસ્કૃતમાં ધોતી અને કૂર્તા પહેરેલા ખેલાડીઓનું મનોબળ વધારી રહ્યા છે.
પીચ નહિ પણ ક્ષિપ્યા પર રમાશે રમત
આજ 6ઠ્ઠી જાન્યુઆરીથી શરૂ થયેલ આ ટૂર્નામેન્ટ 9 તારીખ સુધી યોજાશે. આ ઇવેન્ટ સંસ્કૃત ક્રિકેટ ટૂર્નામેન્ટની પાંચમી આવૃત્તિ છે. બેટ્સમેનને વલ્લક, બોલરને ગેંદક, પીચને ક્ષિપ્યા, બોલને કુંદુકમ, વિકેટકીપરને સ્તોભરક્ષક, સિક્સને ષટકમ, ફોરને ચતુષ્કમ, રનને ધાવનમ અને ફિલ્ડરને ક્ષેત્રરક્ષક નામ આપવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ફૂટબોલ અને હોકીનું પણ સંસ્કૃતમાં આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….
કંદુકક્રીડા સિવાય બીજા મહત્ત્વના શબ્દો જાણો
ભારતમાં ક્રિકેટની રમત આમ તો બ્રિટિશકાળમાં આવી અને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. ક્રિકેટનું નામ આજે ભારતની અંદર સૌથી મનગમતી રમતોમાં લેવાય છે. ક્રિકેટને સંસ્કૃત ભાષામાં કંદુકક્રીડા કહે છે, બેટને સંસ્કૃતમાં વૈટ કહે છે. બોલને કંદુકમ, વિકેટ કીપરને સ્તોભરક્ષક, શોર્ટ પિચને અવક્ષીપ્તમ્, કેચ આઉટને ગૃહીત, વાઈડ બોલને અપકંદુકમ, નો બૉલને નોકંદુકમ, જ્યારે જોરદાર ચોકાને સિદ્ધ ચતુષ્કમ કહે છે.