નેશનલસ્પેશિયલ ફિચર્સ

માનો યા ના-માનોઃ દેશના આ ગામમાં ભરાય છે ભૂતોનો મેળો

ભોપાલ: આપણો દેશ ઉત્સવો અને જીવનના આનંદનો દેશ છે, આપણે ત્યાં વિવિધ ઋતુના નોખા નોખા મેળાઓ ભરાતા હોય છે. દેવી દેવતાઓ સાથે સંકળાયેલા મેળાઓ વિશે તો આપણે જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે ભારતના એક સ્થળે ભૂતનો મેળો ભરાય છે. આ મેળામાં દૂરદૂરથી લોકો આવે છે અને તંત્ર-મંત્ર દ્વારા ભૂત ભગાડવામાં આવે છે.

આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમા: 48 કલાકમાં 9 લોકોનાં મોત, ડોકટરે યાત્રાળુઓને આપી આવી સલાહ

મધ્ય પ્રદેશના નવાગાંવ પંચાયતના ખમરાતાલ ગામમાં દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે અહીં એક અનોખા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ભૂતનો મેળો કહેવામાં આવે છે. આ મેળામાં લોકો દૂર-દૂરથી આવે છે અને એવી માન્યતા છે કે તંત્ર-મંત્ર દ્વારા અહીં ભૂત ભગાડવામાં આવે છે. આ મેળામાં પડિહાર નામના વળગાડ અને તાંત્રિકો શરીરમાં હાજર અદ્રશ્ય શક્તિઓથી પરેશાન લોકોની સારવાર કરે છે.

આ પણ વાંચો: બુલડોઝર કાર્યવાહીઃ ‘સુપ્રીમ’ના ચુકાદા અંગે યોગીથી લઈને વિપક્ષે આપી પ્રતિક્રિયા…

કયા ભરાય છે મેળો?

આ મેળો મધ્ય પ્રદેશના છિંદવાડા શહેરથી 60 કિલોમીટર દૂર યોજાય છે અને સેંકડો વર્ષોથી આદિવાસી સમુદાય દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. વહીવટીતંત્ર પણ મેળાની શરૂઆતથી જ સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા કરે છે. આ મેળો વિશ્વાસ અને આસ્થાનો અનોખો સંગમ છે.

ભૂતને વૃક્ષ સાથે બાંધવાની માન્યતા:

આ મેળામાં ભૂત-પ્રેતથી પીડિત વ્યક્તિને વિવિધ પ્રકારના કષ્ટ આપવામાં આવે છે. આમ કરવાથી ભૂત શરીરને છોડી દે છે તેવી માન્યતા છે. આ પ્રક્રિયામાં કૂકડાં અને બકરાની પણ બલિ આપવામાં આવે છે. સેંકડો વર્ષ જૂના વટવૃક્ષમાં ખીલો થોકવાની પણ પરંપરા છે. લોકો માને છે કે આમ કરવાથી ભૂત તે ઝાડ સાથે બંધાઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button