ટોપ ન્યૂઝનેશનલ

હાથરસ હાહાકારઃ દુર્ઘટનાના 24 કલાક પછી ‘ભોલે બાબા’એ આપ્યું નિવેદન

હાથરસઃ અહીંના સિકંદરારાઉના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં સેંકડો લોકોના મોતના અહેવાલથી દેશના વહીવટી પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીંના બનાવમાં સેંકડો લોકોને ઈજા પણ પહોંચી હતી. આ બનાવ પછી આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે આ કાર્યક્રમના મુખ્ય આયોજક સુરજપાલ સિંહ ઉર્ફે ભોલે બાબા ફરાર હતા. હવે આ ઘટનાના 24 કલાક પછી બાબાવતીથી સત્તાવાર નિવેદન આવ્યું છે.

સુરજપાલ સિંહ ઉર્ફે ‘ભોલે બાબા’એ લેખિત નિવેદન જારી કર્યું છે, જેમાં મૃતકના પરિવારો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. ઈજાગ્રસ્ત લોકો પણ ઝડપથી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરી છે. એની સાથે બાબાએ કહ્યું છે કે સત્સંગમાં હતા ત્યારે ભાગદોડ થઈ હતી, પરંતુ એ વખતે પોતે ત્યાં હતા નહીં. એના પહેલા તો તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

બાબા વતી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ડો. એપી સિંહ (સિનિયર એડવોકેટ)ને અધિકૃત કરવામાં આવ્યા છે, જેથી મેળાવડા અને સત્સંગ પછી અમુક અસામાજિક વિરોધી તત્વો દ્વારા ભાગદોડ કરાવવા સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત, બાબાએ દાવો કર્યો છે કે બાબાની સુરક્ષામાં તહેનાત સુરક્ષા કર્મચારીઓને નામનો કોડ વર્ક આપ્યો હતો. ગુલાબી ડ્રેસવાળા સેવકો નારાયણી સેનાના નામથી ઓળખાતા હતા.

આ પન વાચો : હાથરસમાં હાહાકારઃ ભોલે બાબાની ક્રાઈમ કુંડળી જાણો, 2000માં નોંધાઈ હતી ફરિયાદ

હાથરસના બનાવ મુદ્દે સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ બનાવ પૂર્વે ત્યાંથી નીકળી ગયા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટના વકીલને હાયર કર્યા છે. એ. પી. સિંહ સીમા હૈદર અને સચિનના વકીલ છે. નારાયણ સાકારે સત્તાવાર જારી કરેલા લેટરમાં જણાવ્યું છે કે સિકંદરારાઉના ગામ ફુલારીથી ગઈકાલે વહેલા નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મંગળવારે ફુલારી ગામમાં થયેલી ધાર્મિક ભાગદોડમાં 121 લોકોનાં મોત થયા હતા.

કઈ રીતે થયો હતો અકસ્માત

ધાર્મિક કાર્યક્રમના સ્થળે રંગોળી બનાવવામાં આવી હતી, જેના પર બાબા ચાલીને નીકળ્યા હતા. બાબા સાકાર હરિ મંડપમાંથી બહાર ગયા તો ભક્તોની મોટી સંખ્યામાં ભીડ બાબાના ચરણરજ લેવા માટે દોડ્યા હતા. એ જ રંગોલીને બાબાના આશીર્વાદ માનીને લોકો દંડવત કરવા દોડ્યા હતા. એ વખતે ભાગદોડ થઈ હતી, જેમાં ગણતરીની સેકન્ડમાં લોકોને સંભાળવવાનું મુશ્કેલ હતું. એક પછી એક લોકો પડતા ગયા, ત્યારબાદ મોટી હોનારત સર્જાઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button