ભોજપુરી એક્ટ્રેસ સંભાવના શેઠએ આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે આ અંગે જાહેરાત કરી છે કે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી છોડવા અંગેનું કારણ પણ જણાવ્યું છે. સંભાવનાએ આપમાં જોડાવા અંગેના તેના નિર્ણય પર પણ અફસોસ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનિય છે કે સંભાવના જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. પરંતુ હવે તેણે પોતાના નિર્ણયને ભૂલ ગણાવતા પોસ્ટ શેર કરી અને કહ્યું કે તેણે AAP પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.
આપમાં જોડાવું મોટી ભૂલ- સંભાવના
સંભાવના શેઠે પોસ્ટમાં લખ્યું કે- ‘હું મારા દેશની સેવા કરવા માટે એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહથી જોડાઈ હતી, પરંતુ તમે ગમે તેટલી સમજદારીથી નિર્ણય લો, તમે હજુ પણ ખોટા હોઈ શકો છો… કારણ કે આખરે તો આપણે માણસ છીએ. . મારી ભૂલનો અહેસાસ થતાં હું સત્તાવાર રીતે AAP છોડવાની જાહેરાત કરું છું.
આમ આદમી પાર્ટીમાં સામેલ થતાં સંભાવના સેઠે પાર્ટીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ‘હું લોકોને ડિપ્રેશનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છું. મારી મુલાકાત સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ સાથે થઈ હતી. આમ આદમી પાર્ટી શું કામ કરી રહી છે તે કોઈને કહેવાની જરૂર નથી. હમણાં જ મેં જોયું કે આંખની સારવાર મફતમાં થાય છે. ફ્રીમાં બોલવું ખૂબ જ સરળ છે, પરંતુ કરવું ખૂબ મુશ્કેલ છે.