નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતો વચ્ચે થયેલી વાટાઘાટોના અનિર્ણિત રહી છે. એવામાં ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવો જોઈએ અને કેન્દ્ર સાથે સતત વાતચીત ચાલી રહી છે.
તેમણે કહ્યું કે, જંગલોમાં રહેતા લોકો પર્યાવરણનું રક્ષણ કરે છે. બિહારથી આંધ્રપ્રદેશ સુધીના જંગલ વિસ્તારમાં આદિવાસીઓ રહે છે અને ‘વન’ની પૂજા કરે છે. સેના અને ખેડૂતો ક્યારેય સામસામે ઉભા રહ્યા નથી. આપણી સેનામાં એવા લોકો પણ છે જેઓ ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી આવે છે. સંવાદ દ્વારા ઉકેલ શોધવો જોઈએ. તેમણે કહ્યું, કેન્દ્ર સાથે સતત વાતચીત ચાલી રહી છે.
આ દરમિયાન, શુક્રવારે ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખનૌરી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા અન્ય એક ખેડૂતનું મૃત્યુ થયું છે, દિલ્હી ચલો માર્ચ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુઆંક 4 પર પહોંચી ગયો છે.
ભટિંડા જિલ્લાના અમરગઢ ગામના 62 વર્ષીય ખેડૂત દર્શન સિંહ 13 ફેબ્રુઆરીથી ખનૌરી બોર્ડર પર હતા. પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે જણાવ્યું કે દર્શન સિંહનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. પંઢેરે જણાવ્યું હતું કે, “તેઓ ખનૌરી બોર્ડર પર હતા અને આ ખેડૂતોના આંદોલનમાં ચોથા શહીદ છે. પીડિત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.”
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જાહેરાત કરી હતી કે કેન્દ્રએ પ્રધાનોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અને ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ માટે કોઈ કસર છોડી નથી અને વડા પ્રધાન મોદીએ નાના અને સીમાંત ખેડૂતો માટે પણ કામ કર્યું છે.
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો…
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો...