ઓલા-ઉબેરની થઈ જશે છૂટ્ટીઃ આ મહિનાથી ગુજરાતમાં શરૂ થશે સસ્તી સહકારી ટેક્સી

અમદાવાદઃ ગુજરાત અને દિલ્હીની જનતાને કેન્દ્ર સરકાર તરફથી એક સુવિધા મળી રહી છે. આ સુવિધાનો પાયલોટ પ્રોજેક્ટ અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે, પછી આખા દેશને આ સેવા મળશે. હાલમાં તમે જે ઓલા ઉબેરમાં પ્રવાસ કરો છો, તેમાં ક્યારેક તમને લૂંટી લેવાય છે,.
ક્યારેક સુરક્ષાના સવાલો ઊભા થાય છે, તો કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિનામાં સહકાર ટેક્સી શરૂ કરવા જઈ રહી છે. પહેલા આ ટેક્સી ગુજરાત અને દિલ્હીના લોકોની સુવિધામાં વધારો કરશે ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોને સુવિધા આપશે.
પ્રિપેડ બૂથ પર ઊભી રહેનારી અને એપથી દ્વારા જેની સેવા મેળવી શકશો તેવી આ ટેક્સીનું નામ ભારત ટેક્સી રાખવામાં આવ્યું છે. આ સેવા ડિસેમ્બરથી સમગ્ર દિલ્હી અને ગુજરાતના શહેરોમાં શરૂ થશે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં, દેશના ચાર રાજ્યોના 614 ડ્રાઇવરો સહકારી લિમિટેડ સોસાયટીમાં નોંધાયેલા છે.
આમાંથી સૌથી વધુ 254 ડ્રાઇવરો દિલ્હીના છે, ત્યારબાદ ગુજરાતના 150, મહારાષ્ટ્રના 110 અને ઉત્તર પ્રદેશના 100 ડ્રાઇવરો પણ તેમની સિસ્ટમમાં નોંધાયેલા છે. ડ્રાઇવરોની આ સંખ્યા વધી રહી છે. ડ્રાઇવરોને પણ તેના સભ્ય બનાવવામાં આવશે. જે ભવિષ્યમાં ડિરેક્ટર સ્તર સુધી પહોંચી શકશે.
ગ્રાહકો માટે સસ્તી ડ્રાયવરોની થશે કમાણી
આ સેવા ઓલા ઉબેર જેવી એપ આધારિત છે, પરંતુ સરકારી સાહસ હોવાથી ગ્રાહકોને સસ્તામાં પડશે. માત્ર એપથી જ બોલાવી શકાય તેમ નહીં હોય, તે મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન આસપાસ પણ મળશે, તેને પ્રિ-પેઈડ બૂથ પરથી તમે હાયર કરી શકશો. જોકે તમને આ સેવા સસ્તી પડશે, પરંતુ ડ્રાયવરો વધારે કમાઈ શકશે.
કારણ કે તેમની પાસેથી ખાનગી કંપનીઓ જેટલું કમિશન લેવામાં આવશે નહીં. બીજી સારી વાત એ પણ હશે કે તેમાં કોઈ સર્જ પ્રાઇસિંગ સિસ્ટમ નહીં હોય. એટલે કે, પીક અવર્સ દરમિયાન અથવા માંગ વધે ત્યારે તેની બુકિંગ પ્રાઈઝ વધશે નહીં. લગ્નની મોસમ હોય કે સવાર-સાંજ ઓફિસ સમય હોય.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં, દેશના ચાર રાજ્યોના 614 ડ્રાઇવરો સહકારી લિમિટેડ સોસાયટીમાં નોંધાયેલા છે. આમાંથી સૌથી વધુ 254 ડ્રાઇવરો દિલ્હીના છે, ત્યારબાદ ગુજરાતના 150, મહારાષ્ટ્રના 110 અને ઉત્તર પ્રદેશના 100 ડ્રાઇવરો પણ તેમની સિસ્ટમમાં નોંધાયેલા છે. ડ્રાઇવરોની આ સંખ્યા વધી રહી છે. ડ્રાઇવરોને પણ તેના સભ્ય બનાવવામાં આવશે. જે ભવિષ્યમાં ડિરેક્ટર સ્તર સુધી પહોંચી શકશે.