નેશનલ

રામજન્મભૂમિ ચળવળના ‘સારથિ’નું સર્વોચ્ચ સન્માન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: રામજન્મભૂમિ આંદોલનના ‘સારથિ’ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી.

મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે, આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું જીવન પાયાના સ્તરે કામ કરવાથી માંડીને આપણા નાયબ વડા પ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીનું છે. વડા પ્રધાને કહ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજી(૯૬)ને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.
મોદીએ ભાજપના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રમુખ સાથે વાત કરી હતી અને તેમને ૯૦ના દાયકામાં અટલ બિહારી વાજપેયી હેઠળ ગઠબંધન સરકારોના વડા તરીકે પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે પક્ષના ઉદયની રચના કરવાનો શ્રેય આપીને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ વધુમાં જણાવ્યું કે, અડવાણીના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે. ભારત રત્ન પુરસ્કાર માત્ર એક વ્યક્તિ તરીકે તેમના સન્માન નથી, પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ છે જે તેમણે જીવનભર તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ સેવા આપવાનો પ્રયાસ કર્યો હતો, એમ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
દેશના સર્વોચ્ય નાગરિક સન્માન માટે તેમના નામની જાહેરાત થયા બાદ તરત જ એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું આજે મને આપવામાં આવેલ ભારત રત્નનો સ્વીકાર કરું છું. ભાજપના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ૯૬ વર્ષીય નેતાએ કહ્યું કે, જ્યારથી તેઓ ૧૪ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં સ્વયંસેવક તરીકે જોડાયા છે ત્યારથી તેમણે માત્ર એક જ ચીજમાં ઇમાન માંગ્યું છે તે છે જીવનમાં મને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે તેમાં મારા પ્રિય દેશની સમર્પિત અને નિ:સ્વાર્થ સેવામાં. તેમણે કહ્યું કે તેમના જીવનને પ્રેરણા આપનાર સૂત્ર છે: આ જીવન મારું નથી. મારું જીવન મારા દેશ માટે છે.

તેઓ આગળ જણાવે છે કે, આજે તેઓ બે વ્યક્તિઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે જેમની સાથે તેમને નજીકથી કામ કરવાનું સન્માન મળ્યું હતું- પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી, જેમને અગાઉ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. ભાજપના લાખો કાર્યકરો, આરએસએસ સ્વયંસેવકો અન્ય લોકો કે જેમની સાથે તેમણે તેમના જાહેર જીવનમાં કામ કર્યું હતું તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં અડવાણીએ સન્માન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને મોદીનો આભાર માન્યો હતો. તેમણે તેમના સ્વર્ગસ્થ પત્નીને પણ યાદ કર્યા હતા.

અગાઉ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત રાષ્ટ્રપતિભવને થોડા દિવસ પહેલા કરી હતી.

‘જનનાયક’ તરીકે લોકપ્રિય કર્પૂરી ઠાકુર ૧૯૭૦ના ડિસેમ્બરથી ૧૯૭૧ના જૂન સુધી અને ૧૯૭૭ના ડિસેમ્બરથી ૧૯૭૯ના એપ્રિલ સુધી બિહારના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા.

બિહારના સમસ્તીપુર જિલ્લામાં ૧૯૨૪ની ૨૪ જાન્યુઆરીએ જન્મેલા કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિભવને તેમને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. તેઓ એક શિક્ષક અને સ્વાતંત્ર્યસેનાની પણ હતા. તેઓ બે વખત મુખ્ય પ્રધાન, એક વખત નાયબ મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને અનેક વર્ષો સુધી વિધાનસભ્ય રહ્યા હતા.

કર્પૂરી ઠાકુરે પછાત વર્ગોના ધ્રુવીકરણ, હિંદીના પ્રચાર, સમાજવાદી વિચારધારાના ફેલાવા, ખેતીનો પૂરો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ બિહારમાં અનેક ઊંચા હોદ્દા પર રહ્યા હોવા છતાં ઘણી વખત કારને બદલે રિક્ષામાં જ ફરતા હતા અને સાદગી માટે જાણીતા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત