નેશનલ

Bharat Jodo nyay yatra: આજે સાતમા દિવસે રાહુલ ગાંધી આસામના દુર્ગા મંદિર પહોંચ્યા, યુથ કોંગ્રેસના વાહનો પર હુમલો

કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે સાતમો દિવસ છે. આજે શનિવારે રાહુલ ગાંધી આસામના લખીમપુરમાં મા દુર્ગાનું મંદિર પદુમણી આઈ થાન પહોંચ્યા છે. તેમણે મંદિરના દરવાજા પર પ્રણામ કર્યા અને તેમની યાત્રા પર આગળ વધ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી નાગરિક સમાજ સંગઠનોના પ્રતિનિધિઓને મળ્યા હતા.

આ સમય દરમિયાન, કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે આસામની ભાજપ સરકાર ચાના બગીચા સમુદાય અને ત્યાં રહેતા મજૂરોના કલ્યાણને ધ્યાનમાં લીધા વિના ચાના બગીચાઓને ખાનગી માલિકોને વેચી રહી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, સરકારે આદિવાસી બેલ્ટ અને બ્લોક્સના કેટલાક સમુદાયોને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કર્યો છે. રાજ્યમાં ધાર્મિક રાજનીતિના નામે લોકો પર હુમલા વધી રહ્યા છે. અહીં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આજે આસામના લોકો સંપૂર્ણપણે અસુરક્ષિત અનુભવે છે.


દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન યુથ કોંગ્રેસના વાહનો પર નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે શુક્રવારે રાત્રે યુથ કોંગ્રેસના વાહનોની તોડફોડ માટે બીજેવાયએમ (ભાજપ યુવા મોરચા) જવાબદાર છે.


એક વીડિયો સામે આવ્યો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ફોટો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. યાત્રા પહેલા લખીમપુરમાં રાહુલ ગાંધીના કટઆઉટ અને બેનરને પણ નુકસાન થયું હતું. કોંગ્રેસ પોલીસમાં ફરિયાદ કરવાની અને ભાજપ સાથે સંકળાયેલા બદમાશોની ધરપકડની માંગ કરવાની તૈયારીઓ કરી રહી છે.


ન્યાય યાત્રા આજે ગોવિંદપુર, લાલુક પહોંચશે. આ પછી, હરમોતી, લખીમપુરથી આસામ-અરુણાચલ પ્રદેશ બોર્ડર તરફ રવાના થશે. 3 વાગ્યે અરુણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરના નિથુન ગેટ પાસે પહોંચ્યા પછી, રાહુલ ગાંધી અહીં જનસભાને સંબોધશે. સાંજે યાત્રા ઇટાનગરના ચિમ્પુ ખાતે રોકાશે.


આસામના લખીમપુર જિલ્લાના ગોગામમુખમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ દિલ્હીથી સમગ્ર દેશમાં શાસન કરવાના વિચારને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ રાજ્યો પર શાસન દિલ્હીથી ન થવું જોઈએ. અમારી પાર્ટી આવી કોઈ સિસ્ટમને સમર્થન નથી અપાતી. બીજેપી અને આરએસએસ માને છે કે ભારતનું શાસન દિલ્હીથી એક ભાષા અને એક નેતા દ્વારા થવું જોઈએ. પરંતુ અમે આ સાથે અસંમત છીએ. આસામનું શાસન દિલ્હીથી નહીં પણ આસામમાંથી થવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…