નેશનલ

ભારત ફોર્જનો કૌટુંબિક ઝઘડો વકર્યો, હિરેમથ પરિવારની સંપત્તિના વિભાજનની માંગ

ભારત ફોર્જના બાબા કલ્યાણીના ભત્રીજા સમીર હિરેમથ અને ભત્રીજી પલ્લવી અનીશ સ્વાદીએ પુણેની કોર્ટમાં કલ્યાણી ફેમિલી HUFની સમગ્ર સંપત્તિના વિભાજનની માંગણી કરી છે, જેનું નેતૃત્વ બાબા કલ્યાણી કરે છે.

એક અખબારી અહેવાલ અનુસાર કલ્યાણી પરિવારની સંપત્તિ HUFની સંપત્તિ છે. બાબા કલ્યાણી એકલા જ આ સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ લગાવતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમણે તેમની સાથે તેના વિશે કોઈ માહિતી શેર કરી નથી.

ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી અને તેમની બહેન સુગંધા હિરેમથ વચ્ચેના વડિલોપાર્જિત સંપત્તિના દાવા અંગેના સંઘર્ષમાં નવો મોરચો ખુલ્યો છે . સુગંધા અને જય હિરેમઠના બાળકો સમીર અને પલ્લવીએ પુણેની એક કોર્ટમાં કલ્યાણી હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) અસ્કયામતોમાં તેમના હિસ્સાનો દાવો કરવા માટે કલ્યાણી પરિવારની સંપત્તિના વિભાજન માટે દાવો દાખલ કર્યો છે, જેમાં ભારત ફોર્જ તેમજ અન્ય લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે.

કલ્યાણી ગ્રૂપની કંપની હિકલના નિયંત્રણને લઈને બહેન સુગંધા હિરેમથ અને ભાઇ બાબા કલ્યાણી વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. ભારત ફોર્જના ચેરમેન બાબા એન. કલ્યાણી અને તેમની બહેન સુગંધા હિરેમથના પરિવારો લાંબા સમયથી હિકલ લિમિટેડના શેરને લઈને સંઘર્ષમાં છે. સુગંધાએ 1994માં થયેલી કૌટુંબિક વ્યવસ્થાના ભાગરૂપે બાબાને કેમિકલ કંપનીમાં તેનો 34% હિસ્સો ટ્રાન્સફર કરવાની માંગ કરી છે . બાબાએ આવી શેર-ટ્રાન્સફર કલમને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે 1994 ની કુટુંબ વ્યવસ્થા તેમના પિતા નીલકંઠ કલ્યાણી દ્વારા માત્ર એક “નોંધ” હતી અને કાયદાકીય રીતે બંધનકર્તા દસ્તાવેજ નથી. આ મામલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

બાબા કલ્યાણીના HUF પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલો આ બીજો દાવો છે કારણ કે 2014માં તેમની ભત્રીજી શીતલ કલ્યાણીએ તેમના પર દાવો કર્યો હતો અને પરિવારના હોલ્ડિંગ્સ અને સંપત્તિમાં પોતાનો હિસ્સો મેળવવા માટે પાર્ટીશનની માંગણી કરી હતી. શીતલ કલ્યાણી બાબા કલ્યાણીના ભાઈ ગૌરીશંકરની પુત્રી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button