જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પરંપરા કાયમ રાખી ભાજપે બંપર જીત મેળવી છે. ભાજપે જીત્યા બાદ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે. ભજનલાલ ઉપરાંત ભાજપે રાજસ્થાનમાં બે નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવનાર છે. આ ત્રણે શુક્રવારે એટલે કે 15મી ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાનને શપથ લેવડાવશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ સામે થશે. રાજભવનમાંથી મળતી વિગતો મુજબ શપથ ગ્રહણ સમારંભ 15મી ડિસેમ્બરના રોજ સવારે સવા અગિયાર વાગે રામનિવાસ બાગમાં આવેલ અલ્બર્ટ હોલની બહાર યોજાશે. જેમાં ભજનલાલ શર્મા મુખ્ય પ્રધાન પદ માટેની શપથ લેશે.
ભજનલાલ શર્માની શપથ વિધી બાદ બંને નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી અને ડો. પ્રેમચંદ બૈરવા કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેશે. આ શપથ સમારંભમાં આખા રાજસ્થાનમાંથી કાર્યકર્તા પણ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પૂરી થયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવી 199 વિધાનસભા બેઠકોમાંથી 115 પર જીત હાંસલ કરી છે. ત્યાં બીજી બાજુ કોંગ્રેસ માત્ર 69 બેઠકો જ જીતી શકી છે. આ વિજય ન મુખ્ય પ્રધાન પદ માટે ભાજપમાં લાંબુ મંથન ચાલ્યું. એક અઠાવડિયાના રાજીકીય ઉતાર-ચઢાવ બાદ આખરે ભાજપની વિધાનસભાની બેઠકમાં ભજનલાલ શર્માનું નામ મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. તેમના સિવાય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાનું નામ નાયબ મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને