નેશનલ

PM મોદીના વિદેશ પ્રવાસ પર ભગવંત માનનો કટાક્ષ: અમે પાકિસ્તાન ન જઈ શકીએ, પણ તેઓ ઉતરી શકે!

ચંડીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ભગવંત માને ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર કટાક્ષ કર્યો હતો અને વર્ષ ૨૦૧૫માં તેમને કરેલા પાકિસ્તાનના પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો.

પંજાબ વિધાનસભામાં તેમને કહ્યું કે, એવું લાગે છે કે જ્યારે વડા પ્રધાન તેમના વિમાનમાં ઉડતા હોય છે ત્યારે તેઓ નીચે જુએ છે અને પૂછે છે કે આ કયો દેશ છે? જયારે તેમને જાણ કરવામાં આવે કે આ તો ફલાણો દેશ છે અને ત્યારે તેઓ કહે છે કે કોઈ વાંધો નહી, આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં એકાદ કલાક મોડા પહોંચીશું, ચાલો પહેલા અહીંયાં ઉતરીએ. તેઓ ગમે ત્યાં ઉતરવાનો નિર્ણય લઈ શકે છે અને એ જ રીતે તેઓ પાકિસ્તાન પર ઉતરી શકે છે.

આપણ વાંચો: ‘વન નેશન, વન હસબન્ડ’ ભગવંત માનની ટિપ્પણી અંગે રાજકીય હોબાળો, ભાજપે રાજીનામું માંગ્યું…

નવાઝ શરીફ સાથેની અચાનક મુલાકાતનો ઉલ્લેખ

ભગવંત માને વધુમાં 2015માં વડા પ્રધાન મોદીની તત્કાલીન પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ સાથેની અચાનક મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “વડા પ્રધાને તો એમ જ પાકિસ્તાન જવાનું નક્કી કરી લીધું હતું. તેમણે ત્યાં બિરયાની ખાધી અને પાછા આવી ગયા. અમે પાકિસ્તાન નથી જઈ શકતા, પણ તેઓ ત્યાં ઉતરી શકે છે!

” ઉલ્લેખનીય છે કે, 2015માં વડા પ્રધાન મોદી રશિયાની યાત્રા અને અફઘાનિસ્તાનમાં થોડો સમય રોકાઈને સ્વદેશ પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમણે પાકિસ્તાનમાં લેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન મોદીની અવારનવાર ટીકા થતી રહી છે.

આપણ વાંચો: મા તુઝે સલામ…મા જ્યારે ઘરડી થઈ છે ત્યારે સંતાને નથી સાચવવાની માને?

જ્યાં 140 કરોડ લોકો રહે છે, ત્યાં રહેતા નથી

CM માનએ આ પહેલા પણ એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીના પ્રવાસ વિશે મજાકમાં આવી જ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “વડા પ્રધાન ઘાના ગયા છે, ક્યાં ગયા છે? ખબર નથી કયા-કયા દેશ મેગ્નીશિયા, ગલવેશિયા, તરવેશિયા, ખબર નથી ક્યાં-ક્યાં જઈ રહ્યા છે.

જ્યાં 140 કરોડ લોકો રહે છે, ત્યાં રહેતા નથી અને જે દેશમાં જઈ રહ્યા છે તેની વસ્તી કેટલી છે? ફક્ત 10 હજાર છે અને સૌથી મોટો એવોર્ડ ત્યાંનો મળી ગયો.” આ પછી વિદેશ મંત્રાલય (MEA)એ ભગવંત માનનું નામ લીધા વિના કહ્યું હતું કે આ ટિપ્પણીઓ “બિન-જવાબદાર અને ખેદજનક” છે.

પાણીનો મુદ્દો પણ ઉકેલી શકતા નથી

આજે પંજાબ વિધાનસભાની બહાર, જ્યારે ભગવંત માનને વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા વિશે ખાસ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, “શું મને વિદેશ નીતિ વિશે પૂછવાનો અધિકાર નથી? તેમણે આગળ કહ્યું, હું આગળ પણ આ જ માંગ કરતો રહીશ. દેશમાં 140 કરોડ લોકો છે, તેમને તેમની સાથે જોડાવવું જોઈએ અને તેમની ચિંતાઓને દૂર કરવી જોઈએ.

તેઓ કહે છે કે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધ રોકી દેશે, પરંતુ પંજાબ અને હરિયાણા વચ્ચેનો પાણીનો મુદ્દો પણ ઉકેલી શકતા નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button