Mahavir Jayanti: વડા પ્રધાન મોદીએ 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી: આજે રવિવારે મહાવીર જયંતિ(Mahavir Jayanti) નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભારત મંડપમ(Bharat Mandapam) ખાતે ‘2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ’(2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav)નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાવીર જયંતિ નિમિતે વડા પ્રધાને લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે ભગવાન મહાવીરનો શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં દેશ માટે પ્રેરણારૂપ છે.
મહાવીર જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવના ઉદ્ઘાટન સમયે એક સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ભારત મંડપમ આજે ભગવાન મહાવીરના 2550મા નિર્વાણ મહોત્સવની શરૂઆતનું સાક્ષી બની રહ્યું છે. હું દેશની જનતાને મહાવીર જયંતિના અવસર પર શુભેચ્છા પાઠવું છું. ચૂંટણીના ધમાસાણ દરમિયાન આવા પ્રસંગનો ભાગ બનવું એ આનંદની વાત છે.”
વડા પ્રધાને કહ્યું, “ભારત માત્ર વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિ જ નથી, પરંતુ માનવતા માટે સલામત આશ્રયસ્થાન પણ છે. આ એ ભારત છે જે પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વિચારે છે…આ એ ભારત છે જે ‘અહં નહીં વયમ’ વિષે વિચારે છે, આ એ ભારત છે કે નીતિ અને નિયતિ વિષે વાત કરે છે.”
વડા પ્રધાન મોદીએ કહ્યું, “… આજે સંઘર્ષમાં ફસાયેલી દુનિયા ભારત પાસેથી શાંતિની અપેક્ષા રાખી રહી છે. ન્યુ ઈન્ડિયાની આ નવી ભૂમિકાનો શ્રેય આપણી વધતી જતી ક્ષમતા અને વિદેશ નીતિને આપવામાં આવે છે. હું તમને કહેવા માંગુ છું કે, આમાં આપણી સાંસ્કૃતિક છબીનું ઘણું મોટું યોગદાન છે.
#WATCH | Prime Minister Narendra Modi to inaugurate the 2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav, on the occasion of Mahaveer Jayanti, at Bharat Mandapam pic.twitter.com/nHi3AxjWpC
— ANI (@ANI) April 21, 2024
તેમણે કહ્યું કે “આજે ભારત આ ભૂમિકામાં ભજવી શકે છે કારણ કે આપણે વૈશ્વિક પ્લેટફોર્મ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે સત્ય અને અહિંસાને સ્થાન આપીએ છીએ અને વિશ્વને ઉકેલો શોધવામાં મદદ કરીએ છીએ. વૈશ્વિક કટોકટી ભારત સમાધાનનો રસ્તો સૂચવે છે, જે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સમાયેલું છે, તેથી આજે વિરોધ વચ્ચે વિભાજિત વિશ્વ માટે ભારત વિશ્વ મિત્ર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે…”