નેશનલ

પીવાના પાણીનો કર્યો બગાડ! ગાડીઓ ધોવા કે બાંધકામમાં ઉપયોગ કરવા બદલ 22 FIR, 1.1 લાખનો દંડ!

બેંગલુરુ: Save Water ‘જળ એજ જીવન છે, પાણી બચાવો પાણી તમને બચાવશે, પાણી અને વાણી સમજી વિચારી ને વાપરો…’ આ બધા સૂત્રો આપણે નાનપણથી સાંભળતા અને વાંચતા આવ્યા છીએ. પરંતુ આ સૂત્રોનું મહત્વ શું છે તે કદાચ બેંગ્લુરુના જળ સંકટ પર એક નજર કેરીએ ત્યારે આ સૂત્રોની ગંભીરતા સમજાય છે (Bengaluru water crisis 22 fir lodged). કારણ કે પાણીની અછતને કારણે લોકો ભારે સામનો કરી રહ્યા છે. અને તમને વાંચીને કદાચ નવાઈ લાગશે કે હાલત આટલા ખરાબ છે કે પીવાના પાણીને અન્ય કામોમાં વાપરવાના કારણે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે.

ભારતની સિલિકોન વેલી બેંગલુરુ હાલમાં ભયંકર જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના 240માંથી 223 તાલુકાઓને દુષ્કાળ જાહેર કરવામાં આવ્યા છે. પાણીની કટોકટી એટલી ગંભીર છે કે પીવાના પાણીના અન્ય ઉપયોગો પર પ્રતિબંધથી, 22 લોકો સામે FIR નોંધવામાં આવી છે જ્યારે એક લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ માર્ચના બીજા સપ્તાહમાં શહેરમાં વાહન ધોવા, બાગકામ, બાંધકામ અને અન્ય હેતુઓ માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. બોર્ડના અધ્યક્ષ રામ પ્રશાંત મનોહર કહે છે કે અમને મોટાભાગની ફરિયાદો દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી મળી રહી છે. અમે લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી છે અને ચેતવણી પણ આપી છે.

રિપોર્ટ અનુસાર, અન્ય હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા બદલ બેંગલુરુના 22 પરિવારો પર 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 1.1 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ગયા અઠવાડિયે, વહીવટીતંત્રે હોળીને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો લાગુ કર્યા હતા. બોર્ડે કોમર્શિયલ અને મનોરંજન કેન્દ્રોને હોળી માટે પૂલ પાર્ટીઓનું આયોજન કરવા માટે કાવેરી નદી અથવા બોરવેલના પાણીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અગાઉ કહ્યું હતું કે બેંગલુરુમાં જળ સંકટ સતત વધી રહ્યું છે. બેંગલુરુ દરરોજ લગભગ પચાસ કરોડ લિટર પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. શહેરને દરરોજ 147 કરોડ લિટર પાણી કાવેરી નદીમાંથી મળે છે જ્યારે 65 કરોડ લિટર પાણી બોરવેલમાંથી આવે છે.

કર્ણાટક છેલ્લા ચાલીસ વર્ષમાં સૌથી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે. હાલમાં જ કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમારે કહ્યું હતું કે છેલ્લા 30થી 40 વર્ષમાં આવો દુષ્કાળ જોયો નથી. જોકે, અગાઉ પણ અહીં દુષ્કાળ પડ્યો છે. પરંતુ અમે તાલુકાઓને આટલા મોટા પાયે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button