નેશનલ

બેંગલુરુ પોલીસે મુંબઈથી ડ્રગ્સની દાણચોરી કરતી નાઈજીરીયન મહિલાને ઝડપી, 1.20 કરોડનું કોકેઈન જપ્ત…

બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસને ડ્રગ્સ સપ્લાઈની નવી મોડસ ઓપરેન્ડી મળી આવી છે. જેમાં પોલીસે મુંબઈથી બેંગ્લોર સુધી કોકેઈનની દાણચોરી કરતી એક નાઈજીરીયન મહિલાને ઝડપી છે. આ મહિલાએ ખાવાની બ્રેડની અંદર કોકેઈનનો જથ્થો છુપાવ્યો હતો. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 29 વર્ષીય નાઈજીરીયન મહિલા ઓલાજીડે એસ્થર ઈયાનુઓલુવાની ધરપકડ કરી છે.

કોકેઇનની અંદાજિત કિંમત આશરે 1.20 કરોડ રૂપિયા

પોલીસે આ નાઇજીરીયન મહિલા પાસેથી 121 ગ્રામ કોકેન જપ્ત કર્યું. આ જપ્ત કરાયેલા કોકેઇનની અંદાજિત કિંમત આશરે 1.20 કરોડ રૂપિયા છે. તેમજ તપાસ દરમિયાન કોકેઇન શોધી ન શકાય તે માટે કોકેનને બ્રેડના અંદરના ભાગમાં પેક કરવામાં આવ્યું હતું. આરોપી કથિત રીતે ખાનગી બસમાં મુંબઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરી કરી હતી.

મહિલા વિદ્યાર્થી વિઝા પર નવી દિલ્હી આવી હતી

આ મહિલાની પૂછપરછ બાદ પોલીસે જણાવ્યું હતું કે, નાઇજીરીયન મહિલાને મુંબઈમાં એક પુરુષ સાથી પાસેથી ડ્રગ્સ મળ્યું હતું. તેમજ તેને બેંગલુરુમાં બીજા નાઇજીરીયન નાગરિકને વ્યક્તિગત રીતે કોકેઈન પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગયા વર્ષે વિદ્યાર્થી વિઝા પર નવી દિલ્હી આવી હતી. પરંતુ તેણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ન હતો.

મુંબઈથી ડ્રગ્સની હેરાફેરી કરતી હતી

તેની બાદ તે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો જેવા કે ઘાટકોપર, આંબાવાડી અને નાલાસોપારામાં લાંબા સમય સુધી રહી અને ત્યાંથી ડ્રગ્સની હેરાફેરી કરતી હતી. સીસીબી ને માહિતી મળી હતી કે તે મહિલા મુંબઈથી બેંગલુરુ ખાનગી બસ દ્વારા વર્થુર નજીક એક સ્થાનિક ડ્રગ પેડલરને મળવા જઈ રહી હતી. તેની બાદ પોલીસ ટીમે બેંગલુરુ પહોંચતા જ તેને પકડી લીધી. તેમજ માહિતીના અન્ય નાઇજીરીયન નાગરિકને પણ વર્થુર વિસ્તાર નજીકથી પકડી લેવામાં આવ્યો હતો. જેને બાદમાં ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button