બેંગલુરુ પોલીસે 1. 75 કરોડની ચાર ચોરીનો ભેદ ઉકેલ્યો, ચોર પાસેથી 1 કિલોથી વધુ સોનાના દાગીના ઝડપ્યા

બેંગલુરુ : બેંગલુરુ પોલીસે 1. 75 કરોડની ચાર ચોરીના કેસમાં ભાગેડુ ચોરની ધરપકડ કરી છે. આ અંગે બાયપ્પનહલ્લી પોલીસે ચોરીમાં સંડોવાયેલા કેસમાં વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પાસેથી 1 કિલો 232 ગ્રામ ચોરાયેલા સોનાના દાગીના પણ જપ્ત કર્યા છે.પોલીસ રાજા નામના આ ચોરને ઘણા સમયથી શોધી રહી હતી.
ચોર 783 ગ્રામ સોનું અને રૂપિયા 8 લાખ રોકડા લઈને ભાગી ગયો હતો
આ સમગ્ર કેસની વિગત મુજબ 20 ઓક્ટોબર 2025ના રોજ સદાનંદ નગરના રહેવાસીએ ફરિયાદ નોંધાવી હતી કે 18 ઓક્ટોબર, 2025 ના રોજ, પરિવાર બેંગલુરુથી તેમના ગામ પરત ફર્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચોર 783 ગ્રામ સોનું અને રૂપિયા 8 લાખ રોકડા લઈને ભાગી ગયો હતો.
આપણ વાચો: રાજકોટમાં તાંત્રિક વિધિના નામે 24 લાખની ઠગાઈ, પાખંડી ભુવાની ધરપકડ કરી
ચોરેલું સોનું ઘણી દુકાનો અને વ્યક્તિઓને વેચી દીધું
આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક આઈબીને એક્ટીવ કરવામાં આવી હતી. તેમજ તેની બાદ આરોપીને 4 જાન્યુઆરીએ અબ્બીગેરેમાં પકડવામાં આવ્યો. તેની પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ્યો હતો.
તેને 5 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 28 દિવસની પોલીસ કસ્ટડીની સજા ફટકારવામાં આવી. આ આરોપીએ ખુલાસો કર્યો કે તેણે ચોરેલું સોનું ઘણી દુકાનો અને વ્યક્તિઓને વેચી દીધું હતું. 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 દરમિયાન પોલીસે સોનું, વાહનો અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરી
બેંગલુરુ પોલીસે કુખ્યાત ચોરની ધરપકડ કરીને ચોરીના ચાર કેસ ઉકેલાયા છે. આ ચોરીના ત્રણ કેસ બાયપ્પનહલ્લી પોલીસ સ્ટેશનના છે અને એક રામામૂર્તિ નગર પોલીસ સ્ટેશનનો છે. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.



