નેશનલ

આ લડાયક વિમાનો જે બેંગલોરના આકાશમાં ઊડે છે, તેમની કેપ્ટન છે માનૂનીઓ

બેંગલુરુઃ હાલમાં બેંગલુરુના આકાશમાં એક પછી એક લડાકું વિમાનના કરતબ જોવા મળી રહ્યા છે. અહીં એયરો ઈન્ડિયા 2025 શૉ ચાલી રહ્યો છે. દેશની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને ઝીલવા દેશ સક્ષમ છે તે વાતની સાબિતી આ શૉ છે. આ કાર્યક્રમ આત્મનિર્ભરતા પર વિશેષ ભાર મૂકે છે. આર્મી એવિએશનને અત્યાધુનિક અને સંપૂર્ણ સ્વતંત્ર દળ તરીકે વિકસાવવી શકાય છે આ સાથે દેશ-દુનિયાને સંદેશ પણ જાય છે કે ભારત ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે એકદમ તૈયાર છે.

જોકે બેંગલુરુમાં જે એર શૉ તમે જોઈ રહ્યા છો તેની પાયલટ મહિલાઓ પણ છે. વર્ષ 2022 માં મોદી સરકારની પહેલથી એક ઐતિહાસિક સિદ્ધિના આપણે સાક્ષી બન્યા. મહિલા અધિકારીઓને હેલિકોપ્ટર પાઇલોટ તરીકે લડાઇ ફ્લાઇટ્સમાં સામેલ કરવાનો નિર્ણય થયો હતો. આ નિર્ણયે લાંબા સમયથી ચાલતી માન્યતાઓને તોડી નાખી અને લડાયક કામગીરીમાં મહિલાઓની ભાગીદારી શરૂ થઈ. મેજર અભિલાષા બરાકે, શ્રેષ્ઠ દેખાવ કરી સિલ્વર ચિત્તા ટ્રોફી મેળવી, તેમજ તેના ફ્લાઇંગ કોર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

આ પણ વાંચો : Digital Arrest : બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર સાથે આ રીતે કરાઇ 12 કરોડની છેતરપિંડી

આ જવાબદારીઓ પણ નિભાવે છે મહિલાઓ

મહિલા અધિકારીઓની ભાગીદારી માત્ર હેલિકોપ્ટર સુધી મર્યાદિત નથી. તેમને રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS)માં ઓબ્ઝર્વર પાઇલટ તરીકે પણ સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં 13 મહિલા અધિકારીઓ આર્મી એવિએશન કોર્પ્સમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC)માં સેવા આપી રહી છે. RPASની કામગીરીમાં 8 મહિલા અધિકારીઓનો સહભાગ છે. તો 9 મહિલા અધિકારીઓ વિવિધ એવિએશન સ્ક્વોડ્રનમાં હેલિકોપ્ટર પાઈલટ તરીકે સેવા આપી રહી છે.

મહિલા અધિકારીઓને સક્રિય ક્ષેત્રની કામગીરીમાં પણ જોડવામાં આવી છે. તેમણે ઘણા ઓપરેશન્સમાં તેમની ક્ષમતાને સાબિત કરી છે અને તેમનો લડાયક મિજાજ બતાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button