નેશનલ

બેંગલુરુના સીઈઓ સુચના સેઠે પુત્રની હત્યા કરતા પહેલા પતિને કર્યો હતો આવો વોટ્સએપ મેસેજ…..

બેંગલુરુ: બેંગલુરુની CEO સુચના સેઠ પર ગોવામાં પોતાના જ ચાર વર્ષના બાળકની હત્યા કરવાનો આરોપ છે. હાલમાં તે ગોવા પોલીસની કસ્ટડીમાં છે. આ કેસમાં પોલીસે રોજ અલગ અલગ ખુલાસા કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુચના અને તેના પતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડીસ્પુટ ચાલી રહ્યા હતા. અને તેના માટે સુચના એ ડિવોર્સની અરજી પણ ફાઈલ કરી હતી. ત્યાં સુધી કે સુચના એ તેના પતિ વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો પણ કેસ કર્યો હતો. જો કે આ કેસની હિયારિંગ પણ ચાલુ જ હતી. તેમજ તેમના ડિવોર્સની પણ ફાઇનલ હિયરિંગ જ બાકી હતી ત્યારે આ બધા વચ્ચે સુચના એ પોતાના પતિ વેંકટ રમણ વિરૂદ્ધ જે પણ અરજીઓ દાખલ કરી હતી તે તમામ આરોપોને વેંકટ રમણને કોર્ટમાં નકારી કાઢ્યા હતા. અને અગાઉ કોર્ટે વેંકટને તેના પુત્રને મળવાની પરવાનગી નહોતી આપી પરંતુ આરોપો સાબિત ન થતાં કોર્ટે વેંકટને તેના પુત્રને મળવાની પરવાનગી આપી હતી અને આ બાબત સૂચનાને બહુજ ખૂચતી હતી આથી. જ્યારે કોર્ટે શનિવારે બાળકને મળવા માટે કોર્ટે હા પાડી ત્યારે આગળના દિવસે સુચના એ વેંકટને વોટ્સઅપ મેસેજ કર્યો. અને કહ્યું કે તું બાળકને મળવા આવી શકે છે. જોકે તેનો પતિ બાળકને મળવા આવશે એ બાબતથી સુચના ખુબજ પરેશાન હતી.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે સુચનાએ 6 જાન્યુઆરીએ તેના વિમુખ પતિ વેંકટ રમનને મેસેજ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેને તેના પતિને કહ્યું કે તે બીજા દિવસે બાળકને મળી શકે છે, જોકે સુચના એ મેસેજ તો કર્યો પરંતુ તે તેના બાળકને લઈને બેંગલુરુ છોડી દીધું હતું. આથી વેંકટ તેના પુત્રને મળી શક્યો નહીં. પુત્ર ન મળતાં તે તે જ દિવસે ઇન્ડોનેશિયા જવા રવાના થયો હતો. સુચના પણ તેના બાળક સાથે ગોવા ચાલી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સુચનાને પોતાનું બાળક આ દુનિયમાં નથી રહ્યું કે પછી તેના મૃત્યુ માટે તે જવાબદાર છે. તેવું તેને લાગતું નથી ના તો તેને કોઈ પણ બાબત નો પસ્તાવો છે.

નોંધનીય છે કે 6 જાન્યુઆરીના રોજ ગોવાના એક સર્વિસ એપાર્ટમેન્ટમાં ગઈ હતી. 8 જાન્યુઆરીએ તે પોતાના પુત્રના મૃતદેહને બેગમાં લઈને કર્ણાટક જઈ રહી હતી, તે દરમિયાન પોલીસે તેને ચિત્રદુર્ગમાંથી પકડી લીધો હતો. આ દરમિયાન પોલીસે તેનો મૃતદેહ કબજે કર્યો હતો. પોસ્ટમોર્ટમમાં બાળકનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુચના સેઠ ‘ધ માઇન્ડફુલ એઆઈ લેબ’ની સીઈઓ છે. તેની LinkedIn પ્રોફાઇલ મુજબ તે AI એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. તેમની પાસે સ્ટાર્ટ-અપ્સમાં ડેટા સાયન્સ ટીમ અને સ્કેલિંગ મશીન લર્નિંગ સોલ્યુશન્સનું માર્ગદર્શન આપવાનો 12 વર્ષથી વધુનો અનુભવ છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker