બેંગલુરૂ વિસ્ફોટ: CCTV ફુટેજમાં થયો મોટો ખુલાસો, IED ભરેલી બેગ સાથે કાફેમાં દાખલ થતો મિસ્ટ્રી મેન કોણ છે?

કર્ણાટકના બેંગલુરૂમાં થયેલા વિસ્ફોટના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે છે જેણે ટોપી, માસ્ક અને હાથમાં IED ભરેલી બેગ સાથે કાફેમાં દાખલ થતો જોવા મળે છે, અને પછી તે બેગ કાફેમાં મુકીને જતો રહે છે. કાફેમાં રાખવામાં આવેલા આ વિસ્ફોટકોથી ભરેલા બેગ દ્વારા વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે 1 માર્ચના રોજ બેંગલુરૂના વ્હાઈટ ફિલ્ડ વિસ્તારના અત્યંત લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં શુક્રવારે બપોરે 12.50 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન વિસ્ફોટ થયો હતો જેમાં 10 લોકો ઘાયલ થયા હતા.
કોણ છે એ મિસ્ટ્રી મેન?

બેંગલુરૂના કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદ વ્યક્તિને શોધવામાં લાગી ગઈ છે. તપાસ માટે અનેક ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફુટજ દ્વારા વિસ્ફોટના પુરાવા એકઠા કરવામાં લાગી છે. બેંગલુરૂ પોલીસે બ્લાસ્ટનો ગુનો યુએપીએ અને વિસ્ફોટક પદાર્થ કાનુન હેઠળ નોંધ્યો છે. ફોરેન્સિક એક્સપર્ટસ અને બોમ્બ ડિસ્ફોઝલ ટીમ વિસ્ફોટની ઝીણવટપુર્વક તપાસ કરી રહી છે. મામલો ગંભીર હોવાથી NIAની ટીમ પણ મેદાનમાં આવી ગઈ છે. જો કે વિસ્ફોટના 72 કલાક બાદ પણ હજુ પોલીસ ખાલી હાથ જોવા મળી રહી છે.
મેંગલોર વિસ્ફોટની પેટર્ન સાથે મળે છે

બેંગલુરૂના કાફેમાં થયેલા વિસ્ફોટની પેટર્ન મેંગલોર વિસ્ફોટ સાથે મળે છે. બે વર્ષ પહેલા તે વિસ્ફોટ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. પરંતુ ત્યારબાદ આ બ્લાસ્ટ પ્રેશર કુકરમાંથી કરવામાં આવ્યો હતો. 19 નવેમ્બર, 2022 ના રોજ, મેંગલોરમાં એક ઓટો બ્લાસ્ટ થયો જ્યારે શારિક નામનો શંકાસ્પદ કૂકરમાં IED બોમ્બ લઈ જઈ રહ્યો હતો. રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં જે પ્રકારનો IED વપરાયો હતો. વર્ષ 2022માં મેંગલોરમાં થયેલા કુકર બ્લાસ્ટમાં ઘણી સામ્યતા છે, રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા જ્યારે મેંગલોર બ્લાસ્ટમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કર્ણાટકના ગૃહ પ્રધાને શું કહ્યું?

કર્ણાટકના ગૃહ પ્રધાને દાવો કર્યો છે કે રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં જે કંઈ પણ વપરાયું હતું તે દર્શાવે છે કે સામગ્રી અને ટેક્નોલોજી મેંગલુરુ બ્લાસ્ટ જેવી જ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેપ અને ચશ્મા પહેર્યા હોવા છતાં આરોપીનો ચહેરો દેખાઈ રહ્યો છે.