કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. (ED)ની ટીમે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારના બે પ્રધાનના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ સાથે સંબંધિત છે.
વિગતો અનુસાર, બંગાળના ફાયર સર્વિસિસ મિનિસ્ટર સુજીત બોઝ સાથે જોડાયેલી બે જગ્યાઓ અને તૃણમૂલના વિધાનસભ્ય તાપસ રોય અને નગરપાલિકાના ભૂતપૂર્વ વાઈસ-ચેરમેન સાથે જોડાયેલી એક-એક જગ્યાની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે રાશન કૌભાંડ મામલામાં ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે EDની ટીમ તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી પહોંચી હતી. આ દરમિયાન ગ્રામજનોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ ED અધિકારીઓની સાથે CRPF જવાનોના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જ કારણસર આજના સર્ચિંગ દરમિયાન કેન્દ્રીય દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ED અધિકારીઓ પર હુમલા બાદ તપાસ એજન્સીના કાર્યવાહક નિર્દેશક રાહુલ નવીન કોલકાતા પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું હતું કે ડરશો નહીં, નિર્ભયતાથી તપાસ કરો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યકારી ED ડિરેક્ટરે અધિકારીઓને NIA સાથે મળીને કામ કરવા માટે શાહજહાં શેખના બાંગ્લાદેશ સાથે સરહદ પારના સંબંધોની તપાસ કરવા પણ કહ્યું હતું. તેમણે અધિકારીઓને મહિલા પોલીસકર્મીઓની મદદ લેવા પણ કહ્યું હતું જેથી દરોડા દરમિયાન જ્યારે મહિલાઓ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરે તે મહિલાઓને દૂર કરી શકાય.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો