નેશનલ

સિક્કાઓ ભરેલી બેગ લઇ iPhone-15 ખરીદવા દુકાને પહોંચ્યો ભિખારી, પછી..

જોધપુરઃ સપ્ટેમ્બર મહિનામાં જ એપલ કંપનીનો iPhone 15 લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં, મોંઘા iPhone ને ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય લોકો ફોન પર આટલો ખર્ચ કરી શકતા નથી. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેને જોઇને લોકો દંગ રહી ગયા છે અને જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે.

iPhone-15નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોધપુરનો છે. આમાં એક ભિખારી iPhone-15 ખરીદવા માટે સિક્કાથી ભરેલી બોરી લઈને દુકાને પહોંચે છે. સિક્કા ગણતી વખતે દુકાનદારની હાલત કફોડી થઈ જાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સપેરીમેન્ટ કિંગે એક સામાજિક પ્રયોગ કર્યો છે. વીડિયોમાં એક છોકરો ભિખારીના ગેટઅપમાં આઈફોન ખરીદવા જતો દર્શાવવામાં આવ્યો છે. તે ઘણા શોરૂમની મુલાકાત લે છે, પરંતુ ઘણી જગ્યાએ તેને એન્ટ્રી મળતી નથી. ઘણા પ્રયત્નો પછી તેને એક સ્ટોરમાં એન્ટ્રી મળે છે. સિક્કાઓમાં તેની ચૂકવણી પણ ત્યાં સ્વીકારવામાં આવે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

જ્યારે આ ભિખારી વ્યક્તિ બોરીમાં સિક્કા લઈને દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને પછી જ્યારે તે દુકાનની અંદર પ્રવેશે છે તો તેનો દેખાવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં દુકાનદારને સિક્કા ભરેલા થેલાનું પેમેન્ટ કરવામાં આવે છે. દુકાનદાર સિક્કા ગણીને થાકી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઘણી લાઈક્સ મળી રહી છે.

આના પર લોકો ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ પછી વીડિયોમાં ભિખારી iPhone Pro Max લેતો જોવા મળે છે. તે દુકાનના માલિક સાથે ફોટો પણ લે છે, જેના કારણે અન્ય લોકો હેરાન રહી જાય છે. ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વિડિયો 34 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.


આ વીડિયોમાં ભિખારીને iPhone ખરીદતો જોઈને સ્ટોરની બહાર લોકોની ભીડ જોઈ શકાય છે. સ્ટોર પર હાજર લોકો પણ ભિખારીને આઇફોન ખરીદતા જોઇને દંગ રહી જાય છે. તમને જણાવી દઈએ કે iPhone 15ની કિંમત રૂ.79,900 થી શરૂ થાય છે, જ્યારે iPhone 15 Plusની કિંમત રૂ.89,900 થી શરૂ થાય છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર છે.


આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી હતી કે, “દુકાનદારોએ તેમના ગ્રાહકોનું સન્માન કરવાનું શીખવું જોઈએ, પછી ભલે તે કોઈ પણ હોય, ગરીબ હોય કે અમીર કે ભિખારી.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “કોઈના દેખાવને જોઈને તેના સ્ટેટસને ક્યારેય ન નક્કી કરો.” ત્રીજા યુઝરે કોમેન્ટ કરી, “કોને કોને એમ લાગ્યું કે ફોન ખરીદનાર હાર્દિક પંડ્યા જેવો છે અને દુકાનનો માલિક રોહિત શર્મા જેવો છે?”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button