નેશનલ

વરસાદના કારણે કેટલી હાલાકી કે જજને પણ આમાં બેસીને કોર્ટ જવું પડ્યું

બારાબંકી: આ વર્ષે એમ પણ વરસાદ મોડે હતો તેમાં પણ આવ્યો ત્યારે ધોધમાર આવ્યો અને વચ્ચે વિરામ લઇ લીધો અને પાછો અત્યારે ઘણી જગ્યાએ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને અડીને આવેલા બારાબંકી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. અહી પૂર જેવી સ્થિતિ થઇ છે. શહેરના મુખ્ય રસ્તાઓ પણ નદીમાં ફેરવાઈ ગયા છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાવાના કારણે જિલ્લા ન્યાયાધીશ ટ્રેક્ટરમાં બેસીને કોર્ટમાં જતા જોવા મળ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા હતા. જોકે વહીવટીતંત્રનો દાવો છે કે પોલીસની ટીમો શહેરમાં ફસાયેલા લોકોને રાહત અને મદદ પૂરી પાડી રહી છે.

શહેરમાં અત્યાર સુધીમાં લગભગ 600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદી પાણીના કારણે ઘરોમાં ફસાયેલા લોકો પ્રશાસનના દાવા પર સવાલો ઉભા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વહીવટીતંત્ર તેમને કોઈપણ પ્રકારની મદદ કરી રહ્યું નથી. તેમના ઘરોમાં કેટલાય ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તેઓ બહાર પણ નીકળી શકતા નથી. ત્યાં સુધી કે તેઓ બાળકોને જમવાની પણ વ્યવસ્થા કરી શકતા નથી. જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાથી અત્યાર સુધીમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે.


છેલ્લા ઘણા દિવસોથી બારાબંકી જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે. શહેરો, નગરો અને ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક બંધ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે બારાબંકી શહેરમાં જમુરિયા નાળાનું પાણી ફરી વળ્યું છે અને ઘણા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે.


બારાબંકી પ્રશાસને રાહત સહાય માટે ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે. શહેરમાં બોટ દોડાવીને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. સોમવાર સાંજ સુધીમાં લગભગ 600 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વહીવટીતંત્રનો દાવો છે કે તેમના ઘરોમાં ફસાયેલા લોકોને ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે શહેરના રેલ્વે ટ્રેક, સરકારી ઓફિસ, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ઘર, દુકાન, મંદિર સહિત તમામ જગ્યાએ અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાને કારણે કામકાજમાં મુશ્કેલી પડી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button