નેશનલ

ત્રાસવાદીઓ સામે નિર્દય બનો: અમિત શાહ

એજન્સીઓ નવું ત્રાસવાદી ગ્રૂપ બનવા ન દે: ગૃહ પ્રધાન

નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે ત્રાસવાદ-વિરોધી લડત ચલાવી રહેલી એજન્સીઓએ એવો કઠોર અને નિષ્ઠુર અભિગમ અપનાવવો જોઇએ કે જેથી દેશમાં કોઇ નવું ત્રાસવાદી ગ્રૂપ ન રચાય.

તેમણે અહીં ત્રાસવાદ-વિરોધી પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર ત્રાસવાદનો જ નહિ, પરંતુ ત્રાસવાદીઓના સમગ્ર માળખાનો નાશ કરવો જોઇએ.

કેન્દ્રના ગૃહ પ્રધાને દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકારે ત્રાસવાદને ડામવા લીધેલા નિર્ણયનું ઘણું સારું પરિણામ દેખાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી, હવાલા, ત્રાસવાદીઓને ભંડોળ
પૂરું પાડવાની પ્રવૃત્તિ, ગુના આચરતી ટોળકીઓ, કેફી પદાર્થો અને ત્રાસવાદ વચ્ચેની કડી સામે લીધેલા કડક પગલાંને લીધે આવી ગેરકાયદે પ્રવૃત્તિ ઘણી ઘટી ગઇ છે.

તેમણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા યોજાયેલી બે દિવસની ત્રાસવાદ-વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ત્રાસવાદને નાથવા માટે હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે. ત્રાસવાદ-વિરોધી બધી એજન્સીઓએ એવી કઠોર બનવું જોઇએ કે જેથી કોઇ નવું ત્રાસવાદી સંગઠન રચાવું ન જોઇએ.

અમિત શાહે જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામે લડવા ઉપરાંત તેઓના સમગ્ર માળખાનો નાશ કરવો જોઇએ. બધાએ એક થઇને ‘ટીમ ઇન્ડિયા’ તરીકે સંયુક્ત લડત આપવી જોઇએ.

તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્સીઓ છેલ્લાં નવ વર્ષ દરમિયાન દરેક પ્રકારના ત્રાસવાદને રોકવામાં અથવા તેને ઘટાડવામાં સફળ રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, ત્રાસવાદ-વિરોધી ટુકડીઓ અને રાજ્ય સ્તરના ટાસ્ક ફોર્સની ત્રાસવાદી સંગઠનો સામેની તપાસ મર્યાદિત ન હોવી જોઇએ અને તેઓએ સાથે મળીને ત્રાસવાદના વિનાશ માટે કામ કરવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદ સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય ઉપરાંત સ્થાનિક સ્તરે સાથસહકાર અને સંકલનની જરૂર છે. કેન્દ્ર અને રાજ્યોની સુરક્ષા એજન્સીઓએ દરેક પ્રકારના પગલાં લઇને દેશને વધુ સલામત બનાવવો જોઇએ.

કેન્દ્રના ગૃહ પ્રધાને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓને બહાદુરીના પુરસ્કાર આપ્યા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ