સાવધાન! તહેવારો દરમિયાન બજારમાં વેચાઇ રહ્યા છે નકલી બટાટા, આ રીતે ઓળખો
શાકભાજીનો તાજ અને રસોડાનું ગૌરવ ગણાતા બટાટા એ ભારતીય કિચનનો આવશ્યક ભાગ છે, પણ નફાખોરીમાં લાગેલા ઉદ્યોગપતિઓ અને ધાંધાર્થીઓ તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. તેમણે બટાટાને પણ આપણા વપરાશને યોગ્ય છોડ્યા નથી. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) એ તાજેતરમાં બલિયામાં એક મોટો દરોડો પાડ્યો હતો, જેમાં 21 ક્વિન્ટલ નકલી બટાટા જપ્ત કરવામાં આવ્યા હતા. આ બટાકા પર કેમિકલ એપ્લાય કરવામાં આવ્યું હતું. આવા બટાટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ઉમેરવામાં આવેલા રંગો અને રસાયણો લોકોની કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો: આજ રે સપનામાં મેં તો…જો તમને દિવાળી પહેલા આ વસ્તુઓ સ્વપ્નમાં આવે તો સમજજો કે…
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કેલ્શિયમ કાર્બાઈડ નામના કેમિકલનો ઉપયોગ ફળો અને શાકભાજીને ઝડપથી પકાવવા માટે થાય છે. આ રસાયણને સામાન્ય ભાષામાં મસાલા કહે છે. તે ઉલટી, ઝાડા, લોહીવાળું મળ, હાર્ટબર્ન, પેટમાં બળતરા, અતિશય તરસ અને નબળાઇનું કારણ બની શકે છે. આ કેમિકલ જો લાંબા સમયસુધી પેટમાં રહે તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે. સ્વાસ્થ્યને થતા આટલા બધા નુકસાનને જોતા સરકારે આ કેમિકલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.
ચાલો આપણે જાણીએ કે નકલી બટાટાને કેવી રીતે ઓળખવા. FSSAI એ નકલી બટાટાની ઓળખની સરળ પદ્ધતિઓ જણાવી છે
આ પણ વાંચો: Owl Smuggling : દિવાળીમાં ઘુવડ પર કેમ બાજ નજર રાખવી પડે છે વન વિભાગે, જાણશો તો ચોંકી જશો
જ્યારે તમે બટાટા ખરીદો છો, ત્યારે તેને તમારા હાથમાં પકડવાનો પ્રયાસ કરો. જો તમને બટાટાનો રંગ સામાન્ય કરતા અલગ દેખાય તો સમજી લેવું કે તેને કેમિકલથી પકવવામાં આવ્યા છે. આ સિવાય તમે કેમિકલથી પકવેલા બટાટામાં થોડી ગંધ જોઈ શકો છો. તમારે એવા બટાટા ખરીદવાનું પણ ટાળવું જોઈએ કે જેમાં લીલો રંગ હોય.
જો તમે બટાટાને તમારા હાથમાં લો અને તેને હળવેથી ક્રશ કરો અને તે રંગ છોડવા લાગે, તો તે નકલી હોઈ શકે છે. આ સિવાય બટાટાને પાણીમાં બોળીને પણ ટેસ્ટ કરી શકાય છે. જો બટાટા પર કોઈ કૃત્રિમ રંગ હશે તો તેને પાણીમાં ધોવાથી દૂર થઈ જશે.
નકલી બટાકા લાલ રંગથી રંગવામાં આવે છે. તેને કાર્સિનોજેનિક માનવામાં આવે છે. તેથી, બટાકા ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તમારે કોઈપણ અજાણ્યા રંગ અથવા ગંધવાળા બટાકાને લેવાનું ટાળવું જોઇએ.