નેશનલ

Batla House Encounter, મુખ્ય આરોપીની સજા હાઇ કોર્ટે કેમ બદલી?

નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આતંકવાદી અરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ કોર્ટે ખાનને ફાંસીની સજા સંભળાવી હતી. અરિઝ ખાને નીચલી કોર્ટની ફાંસીની સજાના ચૂકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નીચલી અદાલતે 15 માર્ચ 2021ના રોજ અરિઝ ખાનને તેના અપરાધને દુર્લભ શ્રેણીમાં ગણીને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ પછી ઓગસ્ટમાં દિલ્હી હાઈ કોર્ટે અરિઝ ખાનની ફાંસીની સજા પર પોતાનો ચૂકાદો એમ જ રાખ્યો હતો.

13 સપ્ટેમ્ટેબર 2008ના રોજ દિલ્હીમાં પાંચ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં પાલિકા બજાર,ગફાર માર્કેટ, ઈન્ડિ યા ગેટ જેવા ગીચ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 30 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 19 સપ્ટેમ્બરે આ વિસ્ફોટો સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ બાટલા હાઉસમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક ઘર પર દરોડો પાડ્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.


2008ના આ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માને શહીદ થયા હતા. વર્ષ 2021માં દિલ્હીની સાકેત કોર્ટે બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર સાથે જોડાયેલા એક કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. 2008માં દિલ્હીના જામિયા નગર વિસ્તારના બાટલા હાઉસમાં આતંકવાદીઓ સાથેની શહીદ થયેલા મોહનચંદ શર્માનો પરિવાર આજે આવનારા નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.


સાકેત કોર્ટે આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી અરિઝ ખાનને દોષિત ઠેરવ્યો હતો અને તેને ફાંસીની સજા સંભળાવી હતી. એરિઝ ખાન ઉર્ફે જુનૈદની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 2018માં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે એન્કાઉન્ટર પછી લગભગ એક દાયકા સુધી ફરાર હતો. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ અમિત શર્માની આગેવાની હેઠળની બેન્ચે શર્માની હત્યા સંબંધિત કેસમાં તેની દોષિત ઠરાવી અને મૃત્યુદંડની સજાને પડકારતી અરિઝ ખાનની અપીલ પર પણ આ જ આદેશ આપ્યો હતો. દિલ્હીના બાટલા હાઉસના એલ-18 ફ્લેટમાં ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી.


આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અનેદિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયા હતા. અન્ય આતંકવાદીઓ અરિઝ ખાન ઉર્ફે જુનૈદ અને શહજાદ અહેમદ ઉર્ફે પપ્પુ ફરાર થઈ ગયા હતા, જેમની પોલીસેપાછળથી ધરપકડ કરી હતી. પપ્પુને આજીવન કેદ અને અરિઝ ખાનનેફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જેલમાં બંધ આતંકવાદી પપ્પુનું જાન્યુઆરીમાં બીમારીના કારણેમૃત્યુ થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
600 વર્ષ બાદ બન્યો આ અદભૂત સંયોગ, રાહુ કેતુ કરશે આ રાશિઓને માલામાલ Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો?