બટેંગે તો કટેંગે, બાંગ્લાદેશની ભૂલો ભારતમાં નહીં કરતા: યોગી આદિત્યનાથ

આગ્રા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે લોકોને વિકાસના શિખર પર પહોંચવા માટે એક થઈને રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે બાંગ્લાદેશની ભૂલોનું ભારતમાં પુનરાવર્તન થવું ન જોઈએ.
બટેંગે તો કટેંગે (વિભાજિત થયા તો કપાઈ જશો), એમ તેમણે આગ્રામાં એક સમારંભમાં કહ્યું હતું.
બાંગ્લાદેશમાં અત્યારે ભારે હિંસા જોવા મળી રહી છે અને આમાં હિંદુઓને લક્ષ્ય બનાવીને મારવામાં અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. શેખ હસીનાની સરકાર સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો તેમની સરકારના પતન પછી પણ હજી ચાલી રહ્યા છે અને હિંસા બેરોકટોક થઈ રહી છે.
આદિત્યનાથે કહ્યું હતું કે દેશથી મોટું કશું જ હોઈ શકે નહીં અને દેશ ક્યારે મજબૂત થશે? જ્યારે આપણે એક અને સારા થઈને રહીશું.
આપ દેખ રહે હૈં કી બાંગ્લાદેશમેં ક્યા હો રહા હૈ? વો ગલતિયાં યહાં નહીં હોની ચાહીએ. બટેંગે તો કટેંગે, એક રહેંગે તો નેક રહેંગે, સુરક્ષિત રહેંગે ઔર સમૃદ્ધિ કી પરાકાષ્ઠા કો પહોંચેંગે (તમે જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે. ત્યાં જે ભૂલો કરી તેનું પુનરાવર્તન અહીં ન થવું જોઈએ. વહેંચાઈ જઈશું તો કપાઈ જઈશું, એક રહીશું તો સારા રહીશું, સુરક્ષિત રહીશું અને સમૃદ્ધિની પરાકાષ્ઠા પર પહોંચીશું), એમ આદિત્યનાથે કહ્યું હતું.
તેમણે પોતાના ભાષણની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર પણ કરી હતી.
આપણે વિકસિત ભારતના સંકલ્પને સમજવો પડશે, એમ તેમણે અહીં દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ જણાવ્યું હતું.
રાઠોડ રાજપૂત વીર હતા જેમણે સત્તરમી સદીમાં મારવાડ રાજ પર મોગલોના હુમલાનો પ્રતિકાર કર્યો હતો. (પીટીઆઈ)
Also Read –