ટોપ ન્યૂઝનેશનલ

‘મનમોહન સિંહ બોલ છે ત્યારે વિશ્વ સાંભળે છે’, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહી હતી આ વાત

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું (Manmohan Singh Passed Away) આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર ફરી વળી છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનનો રાજકીય કાર્યકાળ 33 વર્ષ લાંબો હતો. તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.

લાખો ભારતીયોને ગરીબીના વિષચક્રમાંથી બહાર કાઢ્યાઃ ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તક ‘અ પ્રૉમિસ્ડ લેન્ડ’માં ભારતીય રાજકારણનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની ખૂબ પ્રશંસા કરી હતી. ઓબામાએ લખ્યું, મનમોહન સિંહ ભારતીય અર્થતંત્રના આધુનિકીકરણના એન્જિનિયર છે. તેમણે લાખો ભારતીયોને ગરીબીના વિષચક્રમાંથી બહાર કાઢ્યા છે.

ભારતીયોનું જીવન ધોરણ ઊંચુ લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાનઃ ઓબામા

ઓબામાએ લખ્યું, મારી નજરમાં મનમોહન સિંહ બુદ્ધિમાન, વિચાર અને રાજકીય રીતે ઈમાનદાર વ્યક્તિ છે. ભારતીય અર્થતંત્રની કાયાપલટના મુખ્ય આર્કિટેક્ટના રૂપમાં મને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વિકાસના પ્રતિક તરીકે દેખાય છે. શીખ સમુદાયમાંથી આવેલા વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેઓ વિનમ્ર ટેકનોક્રેટ હતા. ભારતીયોનું જીવન ધોરણ ઊંચુ લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું.

Also read: BIG BREAKING: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, આર્થિક ઉદારીકરણના કહેવાય છે જનક

આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં લખ્યું છે, મનમોહન સિંહ વિદેશ નીતિના મામલે ઘણા સાવધાન રહેતા હતા. ભારતની બ્યૂરોક્રેસીની અવગણના કરીને આગળ વધવામાં સંકોચ રાખતા નહોતા. ભારતની બ્યૂરોક્રેસી અમેરિકાને લઈ હંમેશા શંકાશીલ હતી. ઓબાએ લખ્યું છે કે, ડૉ. મનમોહન સિંહને જ્યારે તેઓ મળ્યા ત્યારે તેઓ અસાધારણ વ્યક્તિ હોવાની તેમની ધારણા સાચી પડી હતી.

દેશના અર્થતંત્રને લઈ હંમેશા ચિંતિત રહેતા

ઓબામાએ લખ્યું, જ્યારે તેઓ નવી દિલ્હીના પ્રવાસે આવ્યા ત્યારે ડૉ. મનમોહન સિંહે તેમના માટે ડીનર પાર્ટ રાખી હતી. આ પાર્ટીમાં જ્યારે તેઓ ડૉ. મનમોહન સિંહને મળ્યા ત્યારે તેઓ પત્રકારોથી દૂર જઈને દેશના અર્થતંત્રને લઈ ચિંતિત જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button