ધર્મતેજનેશનલ

બાપ્પાની મનગમતી છે આ ત્રણ રાશિઓ, હંમેશા વરસે છે કૃપા દ્રષ્ટિ… જોઈ લો તમારી રાશિ છે કે નહીં?

હિંદુ ધર્મમાં 33 કોટિ દેવી-દેવતાઓ છે અને આપણામાંથી ઘણા લોકોને અલગ અલગ દેવી-દેવતાઓ ગમતાં હોય છે. પરંતુ એમાં ગણપતિ બાપ્પાની વાત થોડી ન્યારી જ છે, કારણ કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને ગણપતિ બાપ્પા ના ગમતાં હોય… વિઘ્નહર્તા ગણપતિનું નામ આવે એટલે બધાના ચહેરા પર એક અલગ જ ખુશી અને રોનક જોવા મળે છે.
ઓગસ્ટમાં જ આપણે સૌએ ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ કે ગણપતિ બાપ્પાની મનપસંદ રાશિઓ વિશે. આમ તો ગણપતિ બાપ્પાને 12-12 રાશિઓ ગમે જ છે, પણ 3 એવી રાશિઓ છે કે જે ગણપતિ બાપ્પાને ખૂબ જ વધુ પ્રિય છે. આ રાશિના જાતકો પર હંમેશા જ બાપ્પાની વિશેષ કૃપા જોવા મળે છે, જેના વિશે આજે આપણે સવિસ્તર વાત કરવાના છીએ. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ-

Raashi

મેષ રાશિના જાતકો પર બાપ્પાની હંમેશા જ વિશેષ કૃપા જોવા મળે છે. આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિના લોકો ધૈર્યવાન, બુદ્ધિમાન અને હોંશિયાર હોય છે. ગણપતિના આશીર્વાદથી આ લોકો દરેક ક્ષેત્રમાં નામ કમાવે છે અને જીવનમાં ભરપૂર ધન, સંપતિ અને યશ મેળવે છે.

મિથુન રાશિના પણ બાપ્પાની પ્રિય રાશિમાંથી એક છે અને આ રાશિનો સ્વામી ગ્રહોના રાજકુમાર બુધ છે, જેને કારણે હંમેશા જ આ રાશિના લોકો પર બાપ્પાની કૃપાદ્રષ્ટિ જોવા મળે છે. આ રાશિના જાતકોને બાપ્પાની કૃપાને કારણે સમાજમાં માન-સન્માન મળશે. ઘરમાં ધન-ધાન્યની કમી નથી વર્તાતી. હંમેશા જ તેમને તેમનું મહેનતનું ફળ મળે છે.

મકર રાશિ પર પણ બાપ્પાની મહેર રહે છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ દયાળુ અને મહેનતુ હોય છે. આ રાશિના જાતકો પર ગણપતિની કૃપા વરસે છે. બાપ્પાના આશીર્વાદને કારણે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાંસિલ થાય છે, તેઓ કઈ પણ મુશ્કેલીનો સામનો હિંમત હાર્યા વિના કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button