નેશનલ

જુલાઈમાં એક-બે નહીં 13 દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપ્યું કારણ…

હેડિંગ વાંચીને તો તમે વિચારી રહ્યા હોવ કે આવતા મહિને કોઈ હડતાળને કારણે બેંકોમાં 13-13 દિવસ સુધી કામ નહીં થાય તો એવું નથી. આ તો અહીં દર મહિને આવતા બેંક હોલીડેની વાત થઈ રહી છે. જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ત્યાં જ જુલાઈ મહિનામાં આવનારી રજાની યાદી સામે આવી ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (RBI) દ્વારા ચાલુ મહિનાના અંતમાં મધ્યમા આવનારા મહિનાની બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ જ અનુસંધાનમાં આવતા મહિને એટલે કે જુલાઈ મહિનામાં આવનારી રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ચાલો જોઈએ જુલાઈમાં મહિનામાં ક્યારે ક્યારે હશે બેંકોમાં રજા, જેથી તમે તમારા બેંકિંગના કામકાજ એ રીતે પ્લાન કરી શકો અને તમારે હાલાકી ભોગવવાનો વારો ના આવે.

દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે અને એ સિવાય વિવિધ તહેવારો અને ઉત્સવ દરમિયાન પણ જે-તે રાજ્યમાં બેંકોમાં કામકાજ બંધ રાખવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંક બંધ રહેશે.

આ પણ વાંચો -‏‏‎ ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ

જુલાઈ મહિનામાં આ દિવસે બેંકો રહેશે બંધ-

  1. ત્રીજી જુલાઈના રોજ ખારચી પૂજાને કારણે અગરતલા ખાતે બેંકો બંધ રહેશે
  2. પાંચમી જુલાઈના ગુરુ હરગોવિંદજીના જન્મદિવસ નિમિત્તે જમ્મુ અને શ્રીનગર ખાતે બેંકોમાં કામકાજ નહીં થાય
  3. છઠ્ઠી જુલાઈના રવિવારને કારણે દેશભરની બેંકો બંધ હશે
  4. 12મી જુલાઈના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  5. 13મી જુલાઈના રવિવારની રજા નિમિત્તે બેંકોમાં કામકાજ નહીં થાય
  6. 14મી જુલાઈના રોજ બેહ દેંખલામને કારણે શિલોંગમાં બેંકો બંધ હશે
  7. 16મી જુલાઈના હરેલા તહેવારને કારણે દહેરાદૂનની બેંકોમાં રજા જાહેર કરાઈ છે
  8. 17મી જુલાઈના યુ તિરોજ સિંહની પુણ્યતિથિને કારણે શિલોંગમાં બેંક હોલીડે હશે
  9. 19મી જુલાઈના કેર પૂજાને કારણે અગરતલામાં બેંકોમાં રજા આપવામાં આવી છે
  10. 20મી જુલાઈના રવિવારની રજા હોવાથી બેંકોમાં કામકાજ બંધ હશે
  11. 26મી જુલાઈના મહિનાના ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે
  12. 27મી જુલાઈના બેંકોમાં રવિવારની રજા રહેશે
  13. 28મી જુલાઈના દ્રુક્પા ત્શે-જીને કારણે ગંગટોકમાં બેંકોમાં રજા જાહેર કરાઈ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button