નેશનલ

Bank Holidays : આગામી સપ્તાહે છઠ્ઠ પૂજાના અવસરે આટલા દિવસ બંધ રહેશે બેંકો, જાણો વિગતે

નવી દિલ્હી : દેશમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને આજે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી બાદ હવે બિહાર-પૂર્વ ઉત્તર પ્રદેશમાં છઠ્ઠ પૂજા તહેવારને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જોકે, આ દરમ્યાન આગામી સપ્તાહ સુધી ઘણા રાજ્યોના લાંબા વીક એન્ડ અને છઠ્ઠ પૂજાના અવસર પર બેંક રજાઓને કારણે 4 દિવસ સુધી(Bank Holidays)બેંકો બંધ રહેશે.

છઠ્ઠ પૂજા 7 અને 8 નવેમ્બરના રોજ છે. જ્યારે 9 નવેમ્બર બીજો શનિવાર અને 10 નવેમ્બરના રોજ રવિવારના કારણે બેંક રજાઓ રહેશે. ત્યારે ગ્રાહક સોમવાર, મંગળવાર અને બુધવારે બેંકોમાં નાણાકીય વ્યવહારો કરી શકશે.

છઠ્ઠ પૂજાના અવસરે બેંકો ક્યારે બંધ રહેશે?

જેમાં મળતી માહિતી મુજબ બિહાર, દિલ્હી, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 7 નવેમ્બરે છઠ પૂજા માટે રજા જાહેર કરવામાં આવી છે. 8 નવેમ્બરે, બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં વાંગલા મહોત્સવના સવારના અર્ઘ્ય અને છઠ્ઠ સંબંધિત તહેવારો માટે બેંકો બંધ રહેશે. મહિનાના દર બીજા અને ચોથા શનિવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત ભારતભરની સરકારી અને ખાનગી બેંકોમાં રજા હોય છે.

નવેમ્બર 2024 માં બેંક રજાઓ

નવેમ્બર 3 (રવિવાર): તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માં બેંકો રવિવારે બંધ રહેશે.
નવેમ્બર 7 (ગુરુવાર): બંગાળ, બિહાર અને ઝારખંડ સહિતના કેટલાક રાજ્યોમાં છઠ્ઠ (સાંજે અર્ઘ્ય)ના અવસર પર બેંકો બંધ રહેશે.

નવેમ્બર 8 (શુક્રવાર): બિહાર, ઝારખંડ અને મેઘાલય જેવા કેટલાક રાજ્યોમાં છઠ્ઠ (સવારે અર્ઘ્ય)/વંગલા મહોત્સવના પ્રસંગે બેંકો બંધ રહેશે.

9 નવેમ્બર (શનિવાર): બીજો શનિવાર
10 નવેમ્બર (રવિવાર): રવિવાર
15 નવેમ્બર (શુક્રવાર): ગુરુ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમા/રસ પૂર્ણિમાના અવસર પર, મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હૈદરાબાદ-તેલંગાણા, અરુણાચલ પ્રદેશ વગેરે જેવા કેટલાક સ્થળોએ બેંકો બંધ રહેશે. રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, બંગાળ, નવી દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને શ્રીનગર

17 નવેમ્બર: રવિવાર
18 નવેમ્બર (સોમવાર): કનકદાસ જયંતિ પર કર્ણાટકમાં તમામ બેંકો બંધ રહેશે.
23 નવેમ્બર (શનિવાર): મેઘાલયમાં સેંગ કુત્સ્નેમ નિમિત્તે બેંકો બંધ રહેશે. તેમજ 23મી નવેમ્બરે ચોથો શનિવાર છે.
24 નવેમ્બર: રવિવાર

Also Read – Gold ના રોકાણકારો થયા માલામાલ, સંવત 2080માં આપ્યું આટલા ટકા રિટર્ન

ઓનલાઇન સેવા અને મોબાઇલ બેન્કિંગ

તમામ બેંકો તેમની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ બેંકિંગ સેવા એપ્સ સપ્તાહના અંતે અથવા અન્ય રજાઓમાં ઓપરેટ કરે છે. આ સિવાય તમે કોઈ પણ બેંકના એટીએમમાં ​​જઈને કેશ જમા અને ઉપાડી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker