Octoberમાં એક-બે નહીં આટલા દિવસ રહેશે બેંકો બંધ, જોઈ લો અત્યારે જ નહીંતર…

છ દિવસ બાદ 2024નો નવમો મહિનો પણ પૂરો થઈ જશે અને 10મો મહિનો એટલે કે એક્ટોબર મહિનો શરૂ પણ થઈ જશે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ દર મહિનાની રજાઓ (Bank Holiday)ની યાદી બહાર પાડવામાં આવે છે.
સપ્ટેમ્બર મહિનાની જેમ જ ઓક્ટોબર મહિનાઓ પણ બેન્ક હોલીડેની ભરમારે છે, કારણ કે આ મહિનામાં પણ અનેક તહેવારો આવી રહ્યા છે જેને કારણે એક-બે નહીં પૂરા 15 દિવસ બેંકો બંધ રહેશે. ચાલો જોઈએ તમારા શહેરમાં કે રાજ્યમાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે-
આ દિવસોએ રહેશે બેંકો બંધઃ
પહેલી ઓક્ટોબરના જમ્મુ કાશ્મિરમાં વિધાનસભાની ચૂંટણીને કારણે હશે બેંકો બંધ
બીજી ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં બેંકોમાં રજા રહેશે
ત્રીજી ઓક્ટોબરના શારદીય નવરાત્રિનો પ્રારંભ, મહારાજ અગ્રસેન જયંતી
6ઠ્ઠી ઓક્ટોબરના રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
10મી ઓક્ટોબરનાના ગુરુવારે મહાસપ્તમી નિમિત્તે દેશના અનેક રાજ્યોમાં બેંક હોલીડે રહેશે
11મી ઓક્ટોબરના મહાનવમી નિમિત્તે બેંકમાં રજા રહેશે
12મી ઓક્ટોબરના બીજો શનિવાર અને દશેરા નિમિત્તે પણ રજા રહેશે
13મી ઓક્ટોબરના રવિવારને કારણે રજા રહેશે
14મી ઓક્ટોબરના સોમવારે દુર્ગા પૂજા નિમિત્તે દેશના અનેક રાજ્યમાં બેંકો બંધ રહેશે
16મી ઓક્ટોબરના લક્ષ્મી પૂજા નિમિત્તે અગરતલા, કોલકાતામાં બેંકમાં રજા આપવામાં આવશે
17મી ઓક્ટોબરના વાલ્મિકી જયંતિને કારણે બેંકમાં રજા રહેશે
20મી ઓક્ટોબરના આખા દેશભરમાં રવિવારની રજા રહેશે
26મી ઓક્ટોબરના પરિગ્રહણ દિવસ (જમ્મુ અને કાશ્મીર અને ચોથા શનિવાર નિમિત્તે રજા રહેશે
27મી ઓક્ટોબરના દિવસે રવિવાર નિમિત્તે આખા દેશમાં બેંકો બંધ રહેશે
31મી ઓક્ટોબરના દિવસે નરક ચતુર્દશી અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ, દિવાળી નિમિત્તે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
Also Read –