આ અઠવાડિયે બે-ત્રણ નહીં, પાંચ દિવસ બેંક બંધ રહેશે, જોઇ લો સંપૂર્ણ યાદી…
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલું અઠવાડિયું બેંક રજાથી ભરેલું છે. આ અઠવાડિયે બેંક પૂરા પાંચ દિવસ બંધ રહેવાની છે, જેમાં અક્ષય તૃતિયા, લોકસભાની ચૂંટણીની રજા, રવિન્દ્રનાથ ટાગોર જયંતિને કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત મે મહિનાનો આ સપ્તાહમાં બીજો શનિવાર પણ છે. તેથી બેંકોમાં રજા રહેશે. ભારતમાં બેંક રજાઓ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે અને ખાનગી બેંકો સહિત તમામ જાહેર ક્ષેત્રની બેંકો પણ તેનું પાલન કરે છે.
7મી મેઃ આરબીઆઇએ પહેલેથી જ લોકસભાની ચૂંટણીના સાત તબક્કા માટે રજાની જાહેરાત કરી દીધી છે. 7 મેના રોજ 94 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન હોવાથી બેંકો બંધ રહેશે. તેથી 7મેના રોજ અમદાવાદ, ભોપાલ, પણજી અને રાયપુરમાં બેંકો બંધ રહેશે.
8મી મેઃ રવિન્દ્રનાથ ટાગોરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કોલકાતામાં બેંકો બંધ રહેશે.
10 મેઃ અક્ષય તૃતીયાના અવસર પર બેંગલૂરુમાં બેંકો બંધ રહેશે.
11 અને 12મી મેઃ બેંકો સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બાય ડિફોલ્ટ બંધ રહે છે. 11મી મેએ મહિનાનો બીજો શનિવાર હોવાથી અને 12મીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
જોકે, આ બધા દિવસોએ લોકો એટીએમમાંથી નાણા કઢાવી શકે છે.