ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુદ્દે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આરબીઆઈ પાસે માર્ગદર્શિકા માંગી…

નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં આવ્યો છે. ત્યારે હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ રિઝર્વ બેંક પાસેથી આ પ્રતિબંધ લાગુ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા માંગી છે.
આ અંગે શુક્રવારે નાણા મંત્રાલય અને માહિતી ટેકનોલોજી મંત્રાલય જોડે બેઠક પણ યોજવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાકીય સંસ્થાઓએ પ્રતિબંધના આદેશને અમલમાં મૂકવા માટે વધારાનો સમય પણ માંગ્યો છે.
કેન્દ્ર સરકારે હાલમાં જ ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન અને નિયમન બિલ- 2025 પસાર કરીને તમામ ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મુક્યો છે. આ પગલું દેશમાં ઓનલાઇન ગેમમાં નાણા હાર્યા બાદ આત્મ હત્યા અને આર્થિક નુક્સાનની મળતી ફરિયાદો બાદ લેવામાં આવ્યું હતું.
અમલ માટે વધુ સમય મર્યાદાની પણ માગ કરી
આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં કાયદાની જોગવાઈને સમજવા અને બેંક તેમજ નાણાકીય સંસ્થા તેનો કેવી રીતે અમલ કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આરબીઆઈ પાસે વિસ્તૃત
માર્ગદર્શિકા માંગી છે.
આ પણ વાંચો…રાષ્ટ્રપતિની મંજૂરી પછી ઓનલાઈન ગેમિંગ ‘કાયદો’ લાગુઃ જાણો નિયમોના ભંગ કરનારાનું શું થશે?
તેમજ તેના અમલ માટે વધુ સમય મર્યાદાની પણ માગ કરી છે. આ કાયદા મુજબ ઓનલાઈન ગેમ
સંબધી જાહેરાત પર પ્રતિબંધ છે. બેંક તેમજ નાણાકીય સંસ્થાઓ ગેમ્સ માટે નાણા ટ્રાન્સફર નહી કરી શકે.
મની ગેમિંગની સુવિધા પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકતા નવા કાયદામાં ઓનલાઈન મની ગેમિંગની સુવિધા પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
આવા પ્લેટફેર્મની જાહેરાત કે પ્રમોશન કરવાથી બે વર્ષ સુધીની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. ઓનલાઈન મની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાંબા વિચાર-વિમર્શ પછી સંસદમાં પસાર થયો છે.
આ પણ વાંચો…કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે?