નેશનલ

Bank Locker લેવાનું વિચારી રહ્યા છો? RBIએ કર્યા છે નિયમોમાં ફેરફાર…

જો તમે પણ બેંકમાં લોકર ભાડે લેવાનું વિચારી રહ્યા છો તો આ મહત્વના સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક લોકર સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બેંક લોકર પર આરબીઆઈના નિયમો લાગુ થાય છે અને હવે આરબીઆઈ દ્વારા લોકર સંબંધિત જ આ નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જે જાણી લેવો તમારા માટે મહત્વનું છે, નહીં તો તમે મુસીબતમાં મૂકાઈ શકો છો. ચાલો જાણીએ શું છે આ મહત્વનો નિયમ…
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે ગ્રાહકોએ બેંક સાથે લોકર માટે 31મી ડિસેમ્બર કે એની પહેલા એગ્રીમેન્ટ કર્યા છે તેમણે ફરી નવા રિવાઈઝડ એગ્રીમેન્ટ સાઈન કરવા પડશે અને બેંકને મોકલવા પડશે. આવું નહીં કરનાર લોકર હોલ્ડરને લોકર એક્સેસ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી

લોકર રેન્ટ પર લેતી વખતે આટલું ચોક્કસ ધ્યાનમાં રાખો

હવે વાત કરીએ એ મુદ્દાની કે બેંક લોકર ખરીદતા પહેલાં શું શું વાતો ધ્યાનમાં રાખવી જોઈએ-

  • બેંકનું લોકર પસંદ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એટલે લોકર લેવા માટે તમારે સારી સર્વિસ પૂરી પાડતી બેંકની પસંદગી કરવી પડશે. ત્યાર બાદ એ વાતની ખાતરી કરો કે જે બેંકમાં તમારૂ લૉકર છે એ બેંક તમારા ઘરથી એકદમ નજીક જ હોય. જો તમારું એક સેવિંગ્સ એકાઉન્ટ એ બેંકમાં હોય તો તો સોને પે સુહાગા જેવું કામ છે. લોકર ભાડે લેતી વખતે સારી બેંકની પસંદગી એટલે પણ જરૂરી છે કે એક વખત તમે લોકર લઈ લીધું અને પછી તમને બેંકની સર્વિસ પસંદ ના આવી તો એ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
  • લોકર લેવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર રાખો. જો તમે કોઈ એવી બેંકમાં લોકર લો છો જ્યાં તમારું ખાતું નથી તો બેંક તમને પહેલાં સેવીંગ કે કરંટ એકાઉન્ટ ખોલાવવા જણાવશે તો એનું પેપર વર્ક પણ એકદમ અપ ટુ ડેટ તૈયાર રાખો.
  • વાત કરીએ લોકરમાં શું શું રાખી શકાય એની તો તમે લોકરમાં જ્વેલરી, લોનના પેપર, પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ, ઈન્શ્યોરન્સ પોલિસી, સેવિંગ બોન્ડ્સ વગેરે રાખી શકો છો.
  • લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે લોકરની ફી. બેંક દ્વારા ગ્રાહક પાસેથી વાર્ષિક ફી વસૂલવામાં આવે છે અને દરેક બેંક અને બ્રાન્ચ પ્રમાણે એ ફી અલગ અલગ હોઈ શકે છે. એટલે લોકર ઓપન કરતાં પહેલાં તમે લોકરની ફી અને પોલિસી વિશે જાણી લો તો વધારે સારું છે. ઘણી વખત એવું બને છે કે લોકો લોકર લઈ લે છે ફી વિશે જાણ્યા વિચાર્યા વિના અને પછીથી એ ફી ચૂકવવામાં તેમને મુશ્કેલી પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button