પહેલી તારીખ હૈઃ આજથી બદલાઈ રહ્યા છે કેટલાક મહત્ત્વના નિયમ, એક ક્લિક પર જાણી લો… | મુંબઈ સમાચાર
નેશનલ

પહેલી તારીખ હૈઃ આજથી બદલાઈ રહ્યા છે કેટલાક મહત્ત્વના નિયમ, એક ક્લિક પર જાણી લો…

આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને એની સીધેસીધી અસર આમઆદમીના ખિસ્સા પર જોવા મળે છે. ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે પણ કેટલાક આવા જ મહત્ત્વના નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. આજે અમે અહીં તમને આવા જ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રેલવે ટિકિટ બુકિંગ નિયમ, ઈપીએફઓ અને ઓનલાઈન ગેમિંગથી લઈને નેશનલ પેન્શન સિસ્ટમ સહિતના અનેક મહત્ત્વના નિયમોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કયા છે આ નિયમો-

રેલવે ટિકિટ બુકિંગનો બદલાશે નિયમઃ

પહેલી ઓક્ટોબર, 2025થી ભારતીય રેલવે દ્વારા એક નવી પોલિસી લાગુ કરવામાં આવશે. આ નવી પોલિસી અનુસાર રિઝર્વ્ડ જનર ટિકિટ આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપની મદદથી બુક કરતી વખતે રિઝર્વેશન ખૂલવાના 15 મિનિટ દરમિયાન આધાર બેઝ્ડ ઓથેન્ટિકેશન જરૂરી હશે. રેલવે મંત્રાલયના એક નિવેદન અનુસાર આ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રિઝર્વેગ્શન સિસ્ટમનો ફાયદો રિયઝ યુઝર્સ સુધી પહોંચે.

નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારઃ

રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક નામનો નવો રૂલ પહેલી ઓક્ટોબરથી લાવવામાં આવશે. એમએસએફનો અર્થ એવો છે કે નોન ગવર્નમેન્ટ સેક્ટના સબસ્ક્રાઈબર્સ એક પેન કે પ્રાણ હેઠળ અનેક સ્કીમમાં રોકાણ કરી શકશે.

એલપીજી સિલેન્ડરની કિંમતઃ

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ગયા મહિને પણ કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

ઓનલાઈન ગેમિંગનો બદલાશે નિયમઃ

ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે અને રેગ્યુલેટ કરનારો નવો નિયમ પણ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવશે. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે દેશમાં કોઈ પણ પ્રકારના ઓનલાઈન જુગાર, સટ્ટાબાજી અને રિયલ મની ગેમ્સની અનુમતિ નહીં હોય.

દિવાળી પહેલાં એટીએમમાંથી ઉપાડી શકાશે પીએફના પૈસા:

શ્રમ અને રોજગાર પ્રધાન મનસુથ માંડવિયાની અધ્યક્ષતામાં 10-11મી ઓક્ટોબરના રોજ યોજાનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ઈપીએફઓ 3.0 હેઠળ પીએફનો પૈસા એટીએમથી ઉપાડી શકાશે કે નહીં. જોઈએ હવે આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે, અને લોકો એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડી શકશે.

આપણ વાંચો:  ‘આંતરરાષ્ટ્રીય દબાણને કારણે અમે 26/11 પછી બદલો ન લીધો’, ચિદમ્બરમના ખુલાસા બાદ ખળભળાટ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button