નેશનલસ્પેશિયલ ફિચર્સ

તમે પણ બેંકને કોલ કરી રહ્યા છો? થઈ જાવ સાવધાન નહીંતર…

મોબાઈલ ફોનની જેટલો સુવિધાજનક છે એટલો જ હવે માથાનો દુઃખાવો પણ બની રહ્યો છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે એમ એમ સાઈબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. આજે અમે અહીં તમને આવા જ એક ફેક કોલ સ્કેમ અંગે જણાવવા જઈ રહ્યા છીએ. ફેક કોલ નામના આ માલવેયરની ખાસિયત એ છે કે તે યુઝર્સના બેંક કોલ પર નજર રાખે છે. જ્યારે પણ યુઝર બેંકનો નંબર ડાયલ કરે છે ત્યારે એ કોલ સ્કેમર્સને રિડાયરેક્ટ થઈ જાય છે. સ્કેમર્સ બેંકના રિપ્રેન્ઝેન્ટેટિવ તરીકે યુઝર્સ સાથે વાત કરીને બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવે છે અને ખાતું ખાલી કરી નાખે છે.

સાયબર સિક્યોરિટી ફર્મ ઝિમ્પેરિયમના એક રિપોર્ટ અનુસાર આ નવા વર્ઝનમાં વિશિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બનાવટી ફોન કોલ્સ કે વોઈસ મેસેજ દ્વારા ક્રેડિટ કાર્ડ નંબર, લોગઈન આઈડી, બેંકની ડિટેઈસલ્સ જેવી માહિતી મેળવીને લોકોને છેતરવામાં આવે છે.

યુઝર્સના ફોનમાં આ માલવેયર ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે કોઈ અનવેરિફાઈડ સોર્સ પરથી એપ્સ કે એપીકે લિંક ડાઉનલોડ કરવામાં આવે છે. ફેક કોલ પછી યુઝર્સને સ્કેમર્સ ડિફોલ્ટ ડાયલર એપ બનાવવાની પરવાનગી માંગે છે. એક વખત જો તમે આ પરમિશન આપી દો, એટલે પછી આ માલવેયર એક્સેસિબિલિટી સર્વિસનો ઉપયોગ કરીને ડિવાઈસનું આખું કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે અને તમામ ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલને મોનિટર કરે છે.

Also Read – વિકિપીડિયાની મુશ્કેલીઓ વધી, આ મામલે કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ પાઠવી

જ્યારે પણ યુઝર્સ બેંકને કોલ કરે છે ત્યારે આ કોલ સ્કેમર્સને રિડાયરેક્ટ થાય છે અને તેઓ યુઝર્સ પાસેથી ઓટીપી, પાસવર્ડ જેવી સેન્સેટિવ ઈન્ફોર્મેશન માંગે છે. યુઝર્સને તો એવું જ લાગે છે કે તે બેંકના માણસ સાથે વાત કરી રહ્યો છે અને એટલે તે ઈનફોર્મેશન શેર કરે છે અને સ્કેમર્સ તેમનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે,
આવા પ્રકારના ફ્રોડથી બચવા માટે એક્સપર્ટ્સ દ્વારા ગૂગલ પ્લેસ્ટોર સિવાયના કોઈ પણ અન વેરકિફાઈડ સોર્સ પરથી એપ્સ ડાઉનલોડ નહીં કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય દર અઠવાડિયે ફોન રિબૂટ કરીને એન્ટી-વાઈરસથી ફોન સ્કેન કરવાની સલાહ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker