નેશનલ

Bangalore કાર ધોવા કે ગાર્ડનિંગ માટે પાણી વાપરવા પર આટલા રૂપિયાનો દંડ

બેંગલુરુઃ ટેક સિટી તરીકે જાણીતું બેંગલુરુ એક સમયે ગ્રીન સિટિ પણ કહેવાતું અને શહેરમાં આવેલી હરિયાળીને લીધે સૌનું પ્રિય શહેર હતું, તે આજે પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યું છે (bANGLORE WATER CRISIS). વિકાસને નામે થતી અધોગતિનું આ પરિણામ આવનારા સમયમાં દેશના મોટા ભાગના શહેરોએ સહન કરવાનો વારો આવશે.

બેંગલુરુની વાત કરીએ તો અહી રોજ વિકટ બનતી સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર અને સ્થાનિક પાલિકા દ્વારા રોજ નવા નિયમો બહાર પાડવામાં આવે છે. એક નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ બેંગલુરુમાં કાર ધોતી, બાગકામ, બાંધકામ, રસ્તાનું નિર્માણ અને જાળવણી કરતી અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતી જોવા મળે તો તેના પર 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો કોઈ બેંગલુરુમાં કાર ધોતા, બાગકામ, બાંધકામ, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરતો અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી હેઠળ, આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

હકીકતમાં, પાણીની અછત હોવા છતાં, બેંગલુરુની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણીના દુરુપયોગના કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને 5,000 રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી. જો કે હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે પોતાના આદેશમાં 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

હાઈટેક સિટીમાં સ્થિતિ એવી વણસી છે કે મુખ્ય પ્રધાન આવાસમાં પણ પાણીની તંગી નોધાઈ છે. 5મી ફેબ્રુઆરીએ અહીં પાણીના ટેન્કરો આવતા-જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લાખો લોકો પાણી માટે રઝળી રહ્યા છે. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની ભારે તંગી છે. ટેન્કરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. આમ છતાં પાણીની તંગી પૂરી થતી નથી.
વધતી કટોકટી વચ્ચે, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે રાજ્યભરના પાણીના ટેન્કર માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ 7 માર્ચની સમયમર્યાદા સુધીમાં અધિકારીઓ સાથે નોંધણી નહીં કરે તો તેમના ટેન્કરો જપ્ત કરવામાં આવશે. બ્રુહદ બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP), બેંગલુરુના મુખ્ય કાર્યાલયમાં, તેમણે કહ્યું કે બેંગલુરુ શહેરમાં કુલ 3,500 પાણીના ટેન્કરોમાંથી માત્ર 10 ટકા એટલે કે 219 ટેન્કરોનું રજીસ્ટ્રેશન થયું છે. જો તેઓ સમયમર્યાદા પહેલા નોંધણી નહીં કરે તો સરકાર તેમને જપ્ત કરી લેશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker