ઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સાધુની ધરપકડ; હિંદુ સમુદાય આકરા પાણીએ…

ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારના પતન બાદ ઊભી થયેલી હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ હિંદુઓના રક્ષણ અને હકોની માંગ કરનારા ઇસ્કોન (iskon) સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં વધુ એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા સાધુની ઓળખ શ્યામ દાસ પ્રભુ (Shyam Das Prabhu)તરીકે કરવામાં આવી છે, જે ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં મળવા ગયા હતા.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ISKON સાધુ ચિન્મય પ્રભુની ધરપકડઃ રાજદ્રોહનો આરોપ

સત્તાવાર વોરંટ વિના ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો થમવાનું નામ નથી લઈ રહ્યું. ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ પણ હિંદુ સાધુઓની ધરપકડનો સિલસિલો યથાવત છે. આજે ફરી એક ઇસ્કોન સાધુ શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે શ્યામ દાસ પ્રભુ જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ચટગાંવમાં થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેની કોઈપણ સત્તાવાર વોરંટ વિના ધરપકડ કરવામાં આવી છે.

ગઇકાલે બેની ધરપકડ

ગઇકાલે પણ બાંગ્લાદેશમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સરકારે તેમના બે અનુયાયીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે તેઓ બંને ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ભોજન આપવા ગયા હતા ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં અવિ હતી. ઇસ્કોન અને હિંદુ સમુદાય દ્વારા ભારે અને સખત વિરોધ કર્યા બાદ હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ પ્રભુ દાસ માટે બાંગ્લાદેશ સરકારે ભોજનની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…

ચિન્મય કૃષ્ણ દાસ જામીન ન આપતા વિવાદ

ઈસ્કોનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ બાદ તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ હિંદુ સમુદાયના સભ્યોએ રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. દાસને જામીન ન અપાયા બાદ મંગળવારે ચિત્તાગોંગ કોર્ટની બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી, જેમાં એક વકીલનું મોત થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button