
કોલકાતાઃ કેન્દ્ર સરકાર તરફથી બાંગ્લાદેશમાંથી જમીન-બંદરો મારફતે કેટલીક વસ્તુઓ આયાત કરવા પર પ્રતિબંધ લગાવવાથી પશ્વિમ બંગાળમાં રોજગાર અને પરિવહન આવકમાં અસર થશે, અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ છતાં સંભવિત આર્થિક પરિણામો કરતાં રાષ્ટ્રીય હિત વધુ મહત્વપૂર્ણ છે.
ગયા મહિને બાંગ્લાદેશ દ્વારા અમુક ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા સમાન નિયંત્રણોના જવાબમાં કેન્દ્ર સરકારે શનિવારે તૈયાર વસ્ત્રો અને પ્રોસેસ્ડ ફૂડ વસ્તુઓ જેવી કેટલીક બાંગ્લાદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધો લાદ્યા હતા.
પેટ્રાપોલ ક્લિયરિંગ એજન્ટ્સ સ્ટાફ વેલ્ફેર એસોસિએશનના સભ્ય કાર્તિક ચક્રવર્તીએ જણાવ્યું હતું કે “ભારતે ત્રીજા દેશમાંથી માલસામાન મોકલવા પર મૂક્યો તે પછી પણ દરરોજ લગભગ 20-30 ટ્રકો તૈયાર કપડાં લઇને આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા, નકલી પાસપોર્ટના આધારે 12 વર્ષથી રહેતા હતા
તાજેતરના આદેશથી જમીન બંદરો દ્વારા આવી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જશે. જ્યારે ટ્રાન્સશિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે 60-80 ટ્રક ભરેલા કપડા ભારતમાં પ્રવેશી રહ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, બંદર પ્રતિબંધના આદેશથી સરહદી લોજિસ્ટિક્સ હબ પર ટ્રક ચાલકો અને કામદારો પ્રભાવિત થશે.
નામ નહીં આપવાની શરતે એક બિઝનેસ નિષ્ણાંતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાંથી તૈયાર વસ્ત્રો ઘણીવાર ઓછી કિંમતે આધુનિક ભારતીય રિટેલ ચેઇનમાં પ્રવેશ કરે છે અને આ ઉત્પાદનો અસરકારક રીતે “બાંગ્લાદેશી નિકાસકારો દ્વારા બજારમાં ડમ્પ કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે કેન્દ્રનું પગલું વ્યૂહાત્મક હોઈ શકે છે, સંભવતઃ રાષ્ટ્રીય હિત અને તાજેતરના ભૂ-રાજકીય વિકાસ સાથે જોડાયેલું હોઈ શકે છે, જેમાં ઢાકાના ઇસ્લામાબાદ સાથેના સંબંધોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય હિત સંભવિત આર્થિક પરિણામો કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશી બોલરને હજી એનઓસી નથી મળ્યું, ભારત કદાચ ન પણ આવે
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ નોટિફિકેશનમાં “બાંગ્લાદેશથી ભારતમાં રેડિમેડ ગારમેન્ટ્સ, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો વગેરે જેવી ચોક્કસ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી રેડિમેટ્સ ગારમેન્ટ્સની આયાત કોઈપણ જમીન બંદરથી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જો કે, તે ફક્ત ન્હાવા શેવા અને કોલકાતા દરિયાઈ બંદરો દ્વારા જ મંજૂરી આપવામાં આવશે. જેના પર પ્રતિબંધ લગાવાયો છે તેમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ, વૂડન ફર્નિચર, પ્લાસ્ટિક અને પીવીસી ફિનિશ્ડ ગુડ્ઝ, ફ્રૂટ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ, બેકડ ગુડ્ઝ, સ્નેક્સ, ચિપ્સ અને કન્ફેક્શનરી આઇટમ્સ અને સુતરાઉ યાર્ન વગેરેનો સમાવેશ થાય છે.