Bangladesh માં હિંદુઓ પર સતત હુમલાઓ મુદ્દે RSS એ આપી આ આકરી પ્રતિક્રિયા…

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર(Bangladesh Hindu Attack)સતત હુમલા થઈ રહ્યા છે તેમજ હિંદુઓના ધાર્મિક સ્થળને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારત અને બ્રિટેને તેની આકરી ટીકા કરી છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જેમાં આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે ક્હ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઇએ. તેમજ ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયી જેલમાંથી મુક્ત કરો.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે અમેરિકામાંથી પણ ઉઠયો અવાજ, કહી આ વાત
બાંગ્લાદેશ રોકવાને બદલે રાષ્ટ્રવાદીઓ પર હુમલો કરે છે
દત્તાત્રેય હોસબલેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલા, હત્યા, લૂંટફાટ, આગ લગાવવી અને અમાનવીય અત્યાચાર અત્યંત ચિંતાજનક છે .રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની આકરી નિંદા કરે છે. બાંગ્લાદેશ તેને રોકવાને બદલે રાષ્ટ્રવાદીઓ પર હુમલો કરે છે. સરકાર અને અન્ય એજન્સીઓ માત્ર મૂક પ્રેક્ષક બની ગઈ છે.
અન્યાય અને અત્યાચારનો નવો યુગ ઉભરી રહ્યો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશના હિંદુઓ દ્વારા સ્વબચાવ માટે લોકતાંત્રિક માધ્યમથી ઉઠાવેલા અવાજને દબાવવા માટે તેમની પર જ અન્યાય અને અત્યાચારનો નવો યુગ ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. આવા સમયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિંદુઓનું નેતૃત્વ કરી રહેલા ઈસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશ સરકાર માટે તેને જેલમાં મોકલવા અન્યાયી છે.
સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય બનાવવો જરૂરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને ચિન્મય કૃષ્ણ દાસને મુક્ત કરવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તે રોકવાના પ્રયાસો ચાલુ રાખે.બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં લેવા.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓની હાલત કફોડી અનેક ધાર્મિક સ્થળો પર હુમલા , જુઓ વિડીયો
વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે જરૂરી
તેમણે વધુમાં કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયમાં ભારત અને વૈશ્વિક સમુદાય અને સંસ્થાઓએ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઉભા રહેવું જોઈએ અને તેમનો ટેકો વ્યક્ત કરવો જોઈએ અને આ માટે પોતપોતાની સરકારો પાસેથી દરેક શક્ય પ્રયાસોની માંગણી કરવી જોઈએ જે વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે જરૂરી છે.