બેંગલુરુંમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 12 લોકોના મોત

બેંગલુરું: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે 12 લોકોનું મોત થયું છે. જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ હવે કાબૂમાં આવી છે તેવી જાણકારી સ્થાનીક પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ પોલીસ શોધી રહી છે. આગની ઘટનાને પગલે કર્ણાટકના મુખ્ય પ્રધાનની ઓફિસથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આગમાં ઇજા પામેલ લોકોને નજીરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે કેટલાંક કર્મચારીઓ દુકાનમાં કામ કરી રહ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડી અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગી ત્યારે ફટાકાના ગોડાઉનમાં લગભગ 20 કર્મચારીઓ હતાં. જેમાં ચાર લોકો જીવ બચાવી બહાર નિકળવામાં સફળ રહ્યાં હતાં જ્યારે 12નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બેંગલુરુંમાં આવેલ અણેકલ પાસે ફટાકડાંની દુકાનમાં લાગેલી આગને કારણે 12 લોકોનું મોત થયું છે. આ સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. હું અકસ્માતના સ્થળે જઇને તપાસ કરી જાણકારી મેળવીશ. મૃતકોના પિરવાર માટે અમે સંવેદનશીલ છીએ. એવું કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામય્યાએ કહ્યું.