હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી, દુર્ઘટના ટળી, વિડીયો વાઇરલ

બેંગલોર : કર્ણાટકના બેંગલોરથી ઉદયપુર જઇ રહેલી હમસફર એક્સપ્રેસના એન્જિનના આગ લાગતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં ચાલુ ટ્રેનમાં એન્જિનમાંથી ધુમાડા નીકળતા ટ્રેનને રોકવામાં આવી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એન્જિનમાં આગ લાગી છે.
મોટી દુર્ઘટના ટળી
જોકે, ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ બાદ તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી હતી. તેમજ રેલ્વે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ હતી કે આગ સમયસર કાબુમાં આવી ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
રેલવે તંત્રએ તપાસ હાથ ધરી
આ આગ કયા કારણસર લાગી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઈ નથી. તેમજ રેલવે વિભાગે આ અંગે કોઇ માહિતી આપી નથી. આગ લાગવાનું કારણ જાણ્યા બાદ જ રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવશે કે આગ કેવી રીતે લાગી. આ અંગે રેલવે તંત્રએ તપાસ પણ હાથ ધરી છે.