બેંગ્લૂરુનાં ગેરેજમાં આગ: બાવીસ બસ બળી ગઈ
આગ હી આગ:
બેંગલૂરુના વીરભદ્રનગર બસ સ્થાનક પર સોમવારે લાગેલી આગને બુઝાવી રહેલા એસડીઆરએફના જવાનો. આગમાં અનેક બસ બળીને ખાક થઈ ગઈ હતી. (એજન્સી)
બેંગ્લૂરુ: સોમવારે એક ગેરેજમાં પાર્ક કરાયેલી બાવીસ ખાનગી બસમાં આગ ફેલાતા તમામ બસ બળી ગઈ હતી. અહીંના વિરભદ્રનગરમાં સ્થિત એક ગેરેજમાં એક બસના કેટલાક પાટર્સનું વેલ્ડિંગ ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગી હતી, તેવું પોલીસે કહ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ‘વેલ્ડિંગ મશીનના એક સ્પાર્કથી આગ લાગી હતી તેવું પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે. ગેરેજમાં પાર્ક અન્ય બસમાં આગ ફેલાઈ હતી અને મોટું નુકસાન થયું હતું.’
આગ ઓલવવા સંખ્યાબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયા હતા. ગેરેજમાં કુલ ૩૫ બસ હતી. તેમાંથી ૧૮ બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી જ્યારે ચારને આંશિક નુકસાન થયું હતું તેવું ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું. ગેરેજ ખુલ્લામાં હોવાથી લોકોએ જેવી આગની જ્વાળાઓ જોઈ તેઓ ફટાફટ બહાર નીકળી ગયા હતા. આગમાં કોઈને ઈજા થઈ ન હતી. આગના કારણની તપાસ કરવા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે તેવું પોલીસ અધિકારીએ કહ્યું હતું. ઉ