બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ને મોટી સફળતા મળી છે. કાફેમાં બોમ્બ રાખનાર શખ્સ સાથે જોડાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIAના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના મુખ્ય શંકાસ્પદ સાથે જોડાયેલા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર NIAએ બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદ શખ્સની તસવીર જાહેર કરી હતી. હાલ આ NIA વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન કર્ણાટકના બેલ્લારી જિલ્લામાંથી સૈયદ શબ્બીર નામના શકમંદની અટકાયત કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યા મુજબ કે રામેશ્વરમ કાફે બ્લાસ્ટનો મુખ્ય આરોપી, જે રસ્તેથી ભાગી ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી કડીઓ જોડવામાં આવી હતી. શંકાસ્પદે બેલ્લારી પહોંચવા માટે બે સરકારી બસમાં મુસાફરી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શબ્બીરને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
1લી માર્ચના રોજ વિસ્ફોટના લગભગ આઠ કલાક પછી શંકાસ્પદ શખ્સ છેલ્લે બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવામાં આવ્યો હતો. NIA રેકોર્ડ્સ અનુસાર, વિસ્ફોટના પાંચ દિવસ પછી, NIAએ ઇસ્લામિક સ્ટેટ (ISIS) મોડ્યુલ સાથે જોડાયેલા ચાર લોકોની અટકાયત કરી હતી. શંકાસ્પદે કાફેથી લગભગ 3 કિમી દૂર કપડા બદલી લીધા હતાં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને