નેશનલ

કાશ્મીરના ભાગલાવાદી સંગઠન પર પ્રતિબંધ

સૈયદ અલી શાહ ગિલાનીએ સ્થાપેલા પાકિસ્તાન તરફી તેહરિક-એ-હુર્રિયતને કેન્દ્ર સરકારે ગેરકાયદે જાહેર કર્યું

નવી દિલ્હી: સરકારે એક નિર્ણાયક પગલું લેતાં ગિલાનીએ સ્થાપેલા તેહરિક-એ- હુર્રિયતને રવિવારે ગેરકાયદે જાહેર કર્યું હતું અને પાંચ વર્ષ સુધી તેનાં પર પ્રતિબંધ મૂક્યો હતો.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને ભારતવિરોધી લાગણી ફેલાવવામાં તેહરિકે હુર્રિયતની સંડોવણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી.
આતંકવાદવિરોધી મોદી સરકારની ઝીરો ટૉલરન્સ નીતિ અંગે બોલતાં અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાએ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

અમિત શાહે કહ્યું હતું કે અનલૉફૂલ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ તેહરિકે-એ- હુર્રિયતને ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ જૂથ જમ્મુ-કાશ્મીરને ભારતથી વિખૂટું પાડવા અને ત્યાં ઈસ્લામિક શાસનની સ્થાપના કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હતું.

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પોષવા, આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને પ્રચાર કરવા જેવા આશયો આ જૂથ ધરાવતું હોવાનું ટાંકી અનલૉફૂલ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ તેહરિકે હુર્રિયતને ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું હોવાનું અમિત શાહે કહ્યું હતું.

દિવંગત સૈયદ અલી શાહ ગિલાની અગાઉ તેહરિકે હુર્રિયતનું નેતૃત્વ સંભાળતા હતા ત્યાર બાદ તેમના ઉત્ત્ારાધિકારી બનેલા મસરત આલમ ભાટ તેમની ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા.

હાલ કેદમાં રહેલા મસરત આલમ ભાટ પ્રતિબંધિત મુસ્લિમ લીગ ઑફ જમ્મુ ઍન્ડ કાશ્મીર સંગઠનનું પણ નેતૃત્વ કરતા હતા.

મિરવાઈઝ ઉમર ફારુખના વડપણ હેઠળના હુર્રિયત જૂથમાંથી છૂટા થયા બાદ ગિલાનીએ વર્ષ ૨૦૦૪માં તેહરિક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી.

અનેક કેસનો સામનો કરી રહેલા ગિલાનીએ જમાત-એ-ઈસ્લામીમાંથી રાજીનામું આપ્યા બાદ આ સંગઠનની સ્થાપના કરી હતી.

આ જૂથ ત્યાર બાદ હુર્રિયતના અન્ય કટ્ટરવાદી અલગતાવાદી સંગઠન સાથે જોડાઈને તેનો હિસ્સો બની ગયું હતું.

કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને મદદ કરવા ભંડોળ ઊભું કરી આપવાને મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આ જૂથના અનેક સભ્યો વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી.

જેમની વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી તેવા સભ્યોમાં ફારુખ અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, અલ્તાફ અહમદ શાહ ઉર્ફે ફન્ટુસ, ગિલાનીના જમાઈ તેમ જ તેહરિક-એ- હુર્રિયતના જનસંપર્ક અધિકારી અને હુર્રિયતના વ્યૂહકાર સેક્રેટરી મોહમ્મદ અકબર ખાન્ડે, હુર્રિયતના પ્રવક્તા અને ભંડોળ ઊભું કરનાર રાજા મેહરાજુદ્દીન કાલવાલ અને બશિર અહમદ ભાટ ઉર્ફે પિર સૈફુલ્લા (ગિલાનીના અંગત સહાયક અને તહેરિકે હુર્રિયતના સેક્રેટરી)નો સમાવેશ થતો હતો.

ગિલાનીનું સપ્ટેમ્બર ૨૦૨૧માં અને તેમના જમાઈનું ઑક્ટોબર ૨૦૨૨માં મૃત્યુ થયું હતું.

કેન્દ્રના ગૃહ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર આ જૂથ પાકિસ્તાન અને તેનો ટેકો ધરાવતી સંસ્થાઓ તેમ જ ગેરકાયદે પ્રવૃત્તિઓને ટેકો આપવા, કાશ્મીરમાં સુરક્ષાદળો વિરુદ્ધ પથ્થરમારો કરવાનું આયોજન કરવા જેવી પ્રવૃત્તિઓ માટે વિવિધ સ્રોતો પાસેથી ભંડોળ ઊભું કરવામાં સંડોવાયેલું હતું.

આ ઉપરાંત આ જૂથ બંધારણીય સત્તાનો અનાદર કરવા સહિત વિધાનસભાની ચૂંટણીનો અવારનવાર બહિષ્કાર કરવાની હાકલ કરવા જેવી પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલું હતું જે બાબત આ જૂથના લોકશાહી વહીવટમાં વિશ્ર્વાસનો અભાવ દર્શાવતું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારાને લઇને મોદી સરકારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તેહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે ઞઅઙઅ હેઠળ આ કાર્યવાહી કરી છે. આ સંગઠન પર જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર એક અલગતાવાદી રાજકીય પક્ષ હતો, જેની સ્થાપના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જાહેરાત કરી હતી કે કાશ્મીરી અલગતાવાદી પક્ષ તેહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર (ઝયઇં) ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (ઞઅઙઅ) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તરત જ ખતમ કરવામાં આવશે.

તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીરની સ્થાપના ૭ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અલગતાવાદી નેતા ગિલાની દ્વારા તેમની ભૂતપૂર્વ પાર્ટી જમાત-એ-ઈસ્લામી કાશ્મીર છોડ્યા બાદ કરવામાં આવી હતી. સૈયદ અલી શાહ ગિલાનીએ ૨૦૦૩માં હુર્રિયત કોન્ફરન્સમાં વિભાજન થયા બાદ પાર્ટીની રચના કરી હતી અને ૧૫ વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળ્યું હતું. ગિલાનીએ ૨૦૧૯માં પ્રમુખ પદ છોડ્યા બાદ મોહમ્મદ અશરફ સેહરાઈ પ્રમુખ બન્યા હતા. અશરફ સેહરાઈનું વર્ષ ૨૦૨૧માં કોવિડથી અવસાન થયું હતું.

આ જૂથ જમાત-એ-ઇસ્લામીની વિચારધારાને ટેકો આપી રહ્યું છે, જેને કેન્દ્ર દ્વારા ૨૦૧૯માં ઞઅઙઅ હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવી હતી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ફંડિંગ અને સમર્થન જેવા આરોપોને કારણે ગિલાનીએ તેહરિક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરના કાર્યાલય પોતાના ઘરમાં જ બનાવ્યું હતું.
(એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો