નેશનલ

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત, 31 માર્ચ પછી પણ નહીં થઈ શકે નિકાસ

નવી દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રયારમાં લાગી ગયા છે. જો કે સામાન્ય પ્રજા ભીષણ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવો આસમાને પહોંચ્યા છે. આ પરિસ્થિતીમાં સત્તારૂઢ ભાજપ સરકાર માટે મોંઘવારીને નિયંત્રિત કરવી એક પડકાર બની ગયો છે. કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવો પર અંકુશ મેળવવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારે ડુંગળીની અછત દુર કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વેપાર મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 22 માર્ચે એક સૂચનામાં જણાવ્યું હતું કે, “ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશો સુધી 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.”

આંતર-મંત્રાલય જૂથની મંજૂરી મળ્યા પછી મિત્ર દેશોમાં ડુંગળીની નિકાસને કેટલાક વિશેષ કિસ્સાઓમાં મંજૂરી આપવામાં આવે છે. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા UAE અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. અગાઉ, કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે ઓક્ટોબર 2023માં છૂટક બજારોમાં રૂ. 25 પ્રતિ કિલોના રાહત દરે બફર ડુંગળીના સ્ટોકનું વેચાણ વધારવાનો નિર્ણય લીધો હતો.

દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બર 2023ના રોજ તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ 31 માર્ચ 2024 સુધી હતી. હવે સરકારે તેને આગામી આદેશ સુધી લંબાવ્યો છે. હવે નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે. જ્યારથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી તેના ભાવ અડધા કરતા પણ ઓછા થઈ ગયા છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker