ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, એક શહેર પર કબજાનો બીએલએનો દાવો…

બલુચિસ્તાન: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેમાં બલુચિસ્તાન પ્રાંતના સુરાબ જિલ્લામાંથી મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જ્યાં બલોચ લિબરેશન આર્મી (BLA)ના સશસ્ત્ર લડવૈયાઓએ શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર બીએલએ સભ્યોએ સ્થાનિક લેવિજ પોલીસ સ્ટેશન અને એક બેંક પર કબજો કર્યો છે.

આ વિસ્તાર સંપર્કથી કપાયો
માહિતી અનુસાર, મોટી સંખ્યામાં સશસ્ત્ર લડવૈયાઓએ સુરાબ શહેરના મુખ્ય વિસ્તારો કબજે કર્યા છે. ક્વેટા-કરાચી અને સુરાબ-ગિડર હાઇવે પર તપાસ અને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ જિલ્લામાં અને તેની આસપાસ કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક આવતા-જતા વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.આ વિસ્તારમાં હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને આ વિસ્તાર લગભગ સંપર્કથી કપાયેલો છે. જોકે,અત્યાર સુધી સરકાર કે સુરક્ષા એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સુરાબ શહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો
આ દરમિયાન, બીએલએ પ્રવક્તા જિયાંદ બલોચે એક નિવેદનમાં દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ સુરાબ શહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. તેમણે કહ્યું કે સ્થાનિક બેંકો, લેવિજ પોલીસ સ્ટેશન હવે તેમના નિયંત્રણમાં છે. સંગઠન દ્વારા ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે.

સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
મળતી માહિતી મુજબ, એડિશનલ ડેપ્યુટી કમિશનર હિદાયત ઉલ્લાહનું ગુંગળામણથી મૃત્યુ થયું હતું. તેમને સશસ્ત્ર હુમલાખોરોએ એક રૂમમાં બંધ કરી દીધા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો ” પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે તણાવ: બરમાચા ક્ષેત્રમાં ગોળીબાર, પાક. સેનાએ ટેન્ક તૈનાત કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button