ટોપ ન્યૂઝનેશનલ

Rahul Gandhiના નિવેદન બાદ Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર બજરંગદળે હંગામો કર્યો, કોંગ્રેસે કહ્યું ચોકીદાર પર હુમલો થયો

અમદાવાદ : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા. બજરંગ દળના(Bajarangdal)કાર્યકરોએ અમદાવાદમાં(Ahmedabad)રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે.

ગુજરાતમાં પણ રાહુલ ગાંધીનો વિરોધ

રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદને તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પોસ્ટરો લગાવ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધીના ચહેરા પર પહેલાથી જ લગાવેલા બોર્ડ પર પણ કાળી શાહી લગાવવામાં આવી હતી.

અડધી રાત્રે 4 વાગે ચોકીદાર અને ચોકીદારના ધર્મપત્ની પર હુમલો : કોંગ્રેસ

કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકરોની ગતિવિધીને લઇને કોંગ્રેસે પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે,
બજરંગ દળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે ચોકીદાર અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે. ચોકીદારની દીકરી સગર્ભા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો
આવા કાયરતા પૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે. આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું.

ભાજપના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી

મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળના ગુંડાઓને કહેવા માગું છું દિવસે આવો હથિયારો લઈને આવો અમે ઉભા છીએ. અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે. આ પ્રકારનો કાયરતા પૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે. અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ. અમે હિન્દુ છીએ મહેરબાની કરીને તમારા જેવા ભાજપના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી

રાહુલ ગાંધીએ શું કહ્યું?

પોતાના નિવેદનનો વિરોધ જોયા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ભાજપ, નરેન્દ્ર મોદી જી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આખો હિન્દુ સમાજ નથી. આપણે પણ હિંદુ છીએ.

આખરે શું છે સમગ્ર મામલો?

સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી, જેમાં રાહુલ ગાંધીએ ભાગ લેતા કંઈક એવું કહ્યું હતું જેનો હવે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમામ ધર્મો અને આપણા બધા મહાપુરુષોએ અહિંસા અને નિર્ભયતાની વાત કરી છે. તેઓ કહેતા હતા કે ડરશો નહીં, ડરશો નહીં. શિવજી કહે છે ડરશો નહીં, ડરશો નહીં. તેઓ અહિંસાની વાત કરે છે પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા, નફરત અને અસત્યની વાત કરે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button