રાજસ્થાનમાં બસપાનો હાથી કેટલાં ઉમેદવારોનું પરિણામ અને નસીબ બદલશે?

જયપુર: મતોનું વિભાજન ચૂંટણી પરિણામોનું આખે આખું સમીકરણ બદલી શકે છે. 2018માં થયેલ ચૂંટણીમાં બહૂજન સમાજવાદી પાર્ટી (બસપા) એ 25 થી વધુ બેઠકોના પરિણામો પર અસર કરી હતી. બસપાના ઉમેદવારોએ જેટલાં મત મેળવ્યા તેની ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પરિણોમો પર અસર થઇ હતી. ત્યારે આ વખતે પણ બસપાનો હાથી રાજસ્થાનમાં કેટાલં ઉમેદવારોના પરિણામ પર અસર કરશે તેની તરફ બધાનું ધ્યાન છે.
રાજસ્થાનમાં માયાવતીનો પક્ષ પરિણામો પર અસર કરી શકે તેવી પરિસ્થિતીમાં છે કે નહીં તેની તરફ રાજકીય દિગ્ગજોનું ધ્યાન છે. બસપાના પ્રમુખ માયાવતીએ વિધાનસભાની ચૂંટણીમાં રમેલી રાજકીય ચાલ છેક લોકસભાની ચૂંટણી પર અસર કરી શકે છે એમ રાજકીય પંડીતોનું માનવું છે.
2008ની ચૂંટણીમાં બસપાએ 7.5 ટકા મત મેળવ્યા હતાં. જ્યારે 2018માં તેમાં ઘટાડો થઇને મતોનું પ્રમાણ 4 ટકા પર આવ્યું હતું. 2018માં બસપાના 6 ઉમેદવારો જીત્યા, જ્યારે 25થી વધુ બેઠકો પર મતોનું સમીકરણ બદલાયું હતું.
માયાવતીની આ રાજકીય રમતની વાત કરીએ તો બસપાના વિધાનસભ્યો વિધાનસભામાં જાય છે.
પણ અપેક્ષીત જનાધાર પ્રાપ્ત કરી શકતાં નથી. સત્તામાં સામેલ ન થવું એ આ પાછળનું એક રાજકીય કારણ છે. ત્યારે આ વખતે પોતાના પક્ષને કારણે જેની સરકાર સ્થપાશે તે સરકારમાં આપડે સામેલ થઇશું. એમ માયાવતીએ જાહેર કર્યું છે. જેનો પરિણામ લોકસભાની ચૂંટણી પર થઇ શકે છે.
જો બસપા 4 થી 5 ટકા મત પ્રાપ્ત કરશે તો 20 થી 25 બેઠકોના પરિણામ પર તેની અસર થઇ શકે છે. આ વખતે રાજસ્થાનની ચૂંટણીમાં બસપાએ 185 ઉમેદવારો આપ્યા છે.